મહેન્દ્રસિંહ ધોનીએ લીધી ચમચમાતી મર્સીડીઝ SUV કાર, કિંમત જાણીને હક્કાબક્કા રહી જશો, કરોડોની આ કારનો નંબર બન્યો ચર્ચાનો વિષય, જુઓ વીડિયો

ફરી એકવાર સામે આવ્યો ધોનીનો બાઈક અને કાર પ્રત્યેનો પ્રેમ, ધોનીએ પોતાના કલેક્શનમાં ઉમેરી મર્સિડીઝ AMG G63 SUV અને ડુકાટી બાઈક ? વાયરલ થયા વીડિયો

MS Dhoni New Suv Mercedes Benz G63 Amg : ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ 2024માં પણ રમશે એ વાતથી જ ચાહકો ઝૂમી ઉઠ્યા હતા. ધોનીએ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમે રિટેઈન કર્યા અને આ વર્ષે પણ માહીનો અંદાજ ચાહકોને કાયલ કરી દેશે. ત્યારે ધોનીની સાદગીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. આપણે  બધા જ જાણીએ છીએ કે ધોનીએ કાર અને બાઈકનો ખુબ જ શોખ છે, તેના ગેરેજમાં વિન્ટેજથી લઈને હાલના લેટેસ્ટ મોડલની ઢગલાબંધ કાર અને બાઈક છે.

રાંચીના રસ્તા પર નવી SUV સાથે ધોની :

ત્યારે હાલ ધોનીએ પોતાના કલેક્શનમાં એક નવી કાર ઉમેરી છે. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં રાંચીના રસ્તાઓ પર તેની નવી મર્સિડીઝ એસયુવી સાથે જોવા મળ્યો હતો, જે તે પોતે ચલાવી રહ્યો હતો. કાળા રંગની મર્સિડીઝ બેન્ઝ જી63 એ ધોનીના લક્ઝરી કાર કલેક્શનમાં નવો ઉમેરો છે. તેની બીજી ખાસ વાત તેની નંબર પ્લેટ છે. રાંચીની આ નંબર પ્લેટમાં 0007 લખેલું છે, જે 7 નંબર સાથે ધોનીના પ્રેમને દર્શાવે છે.

કારના નંબરે જણાવ્યું આકર્ષણ :

ધોની તાજેતરના મહિનાઓમાં અનેક પ્રસંગોએ વિન્ટેજ કાર સાથે જોવા મળ્યો છે. આ બધાની સાથે ધોનીનો ઓફ-રોડ SUVનો શોખ પણ બહાર આવ્યો છે. ધોની પાસે તેના ગેરેજમાં લેન્ડ રોવર ડિફેન્ડર, નિસાન જોંગા, જીપ ગ્રાન્ડ ચેરોકી અને વધુ સહિતની ઑફ-રોડ SUV છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં માહી તેની નવી લક્ઝરી SUV મર્સિડીઝ AMG G63માં જોવા મળી રહી છે, જેની કિંમત 3.3 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ હોવાનું કહેવાય છે. જે એક ઑફ-રોડર SUV છે.

ડુકાટી બાઈક સાથે પણ ધોની મળ્યો જોવા :

આ ઉપરાંત પણ એક બાઈક સાથેનો ધોનીનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક બ્રાન્ડ ન્યુ ડુકાટી બાઈક જોતા જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ધોની ખુબ જ બારીકાઇથી બાઈકનું નિરીક્ષણ કરે છે અને તેની પાસે ઉભેલ એક વ્યક્તિ તેને બાઈક વિશે સમજાવતા પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઇ કે આ બાઈક ધોનીનું છે કે બીજા કોઈનું. ધોનીના ગેરેજમાં પણ ઢગલાબંધ બાઈકનો વીડિયો અગાઉ પણ સામે આવ્યો હતો.

Niraj Patel