એક થયા બે દિલ, ભારતના ફાસ્ટ બોલર મુકેશ કુમારે કર્યા લગ્ન, આ છોકરીને બનાવી જીવનસાથી
ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર મુકેશ કુમારે તેના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. જણાવી દઈએ કે મુકેશ કુમાર ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. પ્રથમ બે મેચમાં તે પ્લેઇંગ-11નો પણ ભાગ હતો. જો કે, તેણે લગ્નના કારણે બીસીસીઆઈ પાસેથી રજા માંગી, જેના માટે બોર્ડે મંજૂરી આપી.
મુકેશ કુમારે ગોરખપુરમાં દિવ્યા સિંહ સાથે સાત ફેરા લઇ જીવનની નવી શરૂઆત કરી. બંનેના લગ્નની કેટલીક તસવીરો પણ સામે આવી છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે.
આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર મુકેશ કુમારે મંગળવારે મોડી રાત્રે ગોરખપુરમાં દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા. દિવ્યા બિહારના છપરાની રહેવાસી છે.બંનેએ ગોરખપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.
મુકેશ લગ્નની જાન સાથે ઘોડી પર સવાર થઈને નાચતો-ગાતો દિવ્યાને લેવા પહોંચ્યો હતો. મુકેશ કુમારના લગ્નની જાન બપોરે 3 વાગ્યે બિહારના ગોપાલગંજ સ્થિત તેના ઘરેથી નીકળી હતી અને સાંજે ગોરખપુર પહોંચી હતી. આ પછી લગ્નની તમામ વિધિઓ થઈ.
લગ્ન પુરા થયા બાદ 29 નવેમ્બરે સવારે દુલ્હન સાથે જાનની વિદાઈ થઈ અને થોડા કલાક પછી મુકેશ કુમાર રાયપુરમાં થનારી મેચ રમવા રવાના થયો.મુકેશ કુમારે સીરીઝની પહેલી બે મેચ રમી હતી પણ લગ્નના કારણે ત્રીજી ટી20માં રમ્યો ન હતો, જો કે તે ચોથી ટી20 પહેલા ટીમ સાથે જોડાઇ ગયો.
क्रिकेटर मुकेश और दिव्या ने लिए सात फेरे:गोरखपुर में रचाई शादी, 4 दिसंबर को गोपालगंज में रिसेप्शन#MukeshKumar pic.twitter.com/RI2MGwAMFY
— FirstBiharJharkhand (@firstbiharnews) November 29, 2023
ત્રીજી ટી20 મેચમાં મુકેશ કુમારની જગ્યાએ અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં 5 વિકેટે હારી ગઈ હતી. અવેશ ખાન ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી.
गोपालगंज के लाल व भारतीय क्रिकेटर मुकेश कुमार की जयमाला का एक ख़ूबसूरत विडियो।#MukeshKumar #Cricket pic.twitter.com/OHRMhV0I99
— Bihar Pur – बिहार पुर (@BiharPurNews) November 29, 2023