‘ગજબ બેઇજ્જતી હૈ…’ ઓસ્ટ્રેલિયા પહોંચવા પર પોતે જ ટ્રકમાં સામાન લોડ કરતા જોવા મળ્યા પાકિસ્તાની ક્રિકેટર્સ, થઇ ગઇ ઇન્ટરનેશનલ ફજેતી

પાક ક્રિકેટર્સની ઓસ્ટ્રેલિયામાં થઇ ફજેતી ? એરપોર્ટ પહોંચતા જ ટ્રકમાં જાતે ચઢાવવો પડ્યો સામાન

ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર જોવા મળ્યો ગજબ નજારો, મોહમ્મદ રિઝવાન સહિત પાકિસ્તાની ખેલાડીઓએ ટ્રકમાં જાતે ચઢાવ્યો સામાન

Pakistani Players loading luggage In Truck: ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા પહોંચી. પ્રથમ ટેસ્ટ 14મી ડિસેમ્બરથી રમાશે. તે પહેલા 6 ડિસેમ્બરે ચાર દિવસ વોર્મ-અપ મેચ રમાશે, જેના માટે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પરથી એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં મોહમ્મદ રિઝવાન સહિત ઘણા પાકિસ્તાની ખેલાડીઓ પોતાનો સામાન ટ્રકમાં ચઢાવતા જોવા મળી રહ્યા છે.

પાક ક્રિકેટર્સની ઓસ્ટ્રેલિયામાં થઇ ફજેતી ?

વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ સામાન સાથે ઉભા છે, જ્યારે કેટલાક સામાન ટ્રકમાં રાખી રહ્યા છે. આ દરમિયાન મોહમ્મદ ટ્રકની અંદર ઊભેલો જોવા મળ્યો, જેમાં સામાન રાખવામાં આવી રહ્યો હતો. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. બધા ખેલાડીઓ એક પછી એક ટ્રકમાં પોતાનો સામાન લોડ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો પાકિસ્તાની ખેલાડીઓ પાસેથી સેલ્ફીની માંગ કરતા પણ જોવા મળે છે.

એરપોર્ટ પહોંચતા જ ટ્રકમાં જાતે ચઢાવવો પડ્યો સામાન

જો કે, આ એક એવું રસપ્રદ દૃશ્ય છે, જે તમને વારંવાર જોવા નથી મળતું. જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોતાનો સામાન ટ્રકમાં ભરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોઈ અધિકારી હાજર ન હતા. આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ પર બની હતી. આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે જે 18 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે તેની સાથે 17 સભ્યોની ટીમ મેનેજમેન્ટની પણ પસંદગી કરવામાં આવી છે.

ખેલાડીઓની મદદ કરવા માટે સપોર્ટ સ્ટાફમાંથી એક પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી નહોતા હાજર

પરંતુ ખેલાડીઓની મદદ કરવા માટે 17 સપોર્ટ સ્ટાફમાંથી એક પણ વ્યક્તિ કે તેના કોઈ પણ અધિકારી ત્યાં હાજર નહોતા. જણાવી દઇએ કે, ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ શાન મસૂદને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. શાહીન શાહ આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Shah Jina