Air Indiaના પ્લેનની છતમાંથી ટપકવા લાગ્યુ પાણી, ફ્લાઇટમાં સૂઇ રહેલા પેસેન્જરની આંખ ખુલી તો રહી ગયા હેરાન- જુઓ વીડિયો

એર ઇન્ડિયા ફ્લાઇટની છતમાંથી ટપકવા લાગ્યુ પાણી, પ્લેનમાં સૂઇ રહેલા યાત્રિઓને ખબર પડી તો હેરાન રહી ગયા- જુઓ વીડિયો

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં છતથી ટપકવા લાગ્યુ પાણી, વાયરલ વીડિયો જોઇ લોકોનો ફૂટ્યો ગુસ્સો

ફ્લાઇટમાં મુસાફરી કરવી એ સૌથી આરામદાયક અને સલામત માનવામાં આવે છે. ઘણીવાર લોકો પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ઘણા લોકો તો પ્લેનમાં બેસવાનું સપનું પણ જોતા હોય છે. પરંતુ જો તમારી યાત્રા દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય તો? સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે એર ઈન્ડિયાની ફ્લાઈટનો છે.

પ્લેનની છતમાંથી ટપકવા લાગ્યુ પાણી

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એર ઇન્ડિયા ફ્લાઇટની છતમાંથી પાણી ટપકી રહ્યુ છે. વીડિયો જોયા પછી લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે કે મુસાફરી માટે સારી એવી રકમ વસૂલતા વિમાનમાં પણ આવું કંઈ થઈ શકે છે. ટ્વિટર પરઆ વીડિયો શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીથી લંડન ગેટવિક એરપોર્ટની મિડ-ફ્લાઇટ, એર ઇન્ડિયા બોઇંગ B787 ડ્રીમલાઇનરને ઓવરહેડ સ્ટોરેજમાંથી કેબિન લીકેજનો અનુભવ થયો હતો.

પેસેન્જરની આંખ ખુલી તો રહી ગયા હેરાન

કેબિન ક્રૂએ પરિસ્થિતિનો સામનો કરવા સક્રિયપણે કામ કર્યું. ક્લિપ જોયા પછી, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે ફ્લાઈટમાં પણ આવી વસ્તુઓ થાય છે. યોગ્ય જાળવણીના અભાવે આવી ઘટનાઓ જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ફ્લાઇટની વચ્ચે આવી ઘટના બની, જેના પછી મુસાફરો પણ ડરી ગયા.

જો કે, કેબિન ક્રૂએ સમયસર પરિસ્થિતિનો સામનો કરી લીધો, ત્યારબાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. જણાવી દઈએ કે આ પહેલા પણ એર ઈન્ડિયામાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં યાત્રીઓ એકબીજા સાથે ઝઘડતા અથવા જોવા મળ્યા હોય. અથવા મુસાફરોને પ્રવાસ દરમિયાન કોઇ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય. જો કે આ મામલો પ્રકાશમાં આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Previous Article

મજાક-મજાકમાં મિત્રોએ ડુંગર પરથી લટકવી દીધો, પણ આગળ જતા સમજ આવ્યો કેમેરાનો ખેલ- જુઓ શ્વાસ અધ્ધર કરી દે તેવો વીડિયો

Next Article

મહેન્દ્રસિંહ ધોનીએ લીધી ચમચમાતી મર્સીડીઝ SUV કાર, કિંમત જાણીને હક્કાબક્કા રહી જશો, કરોડોની આ કારનો નંબર બન્યો ચર્ચાનો વિષય, જુઓ વીડિયો

error: Unable To Copy Protected Content!