વાહ આવો રિક્ષાવાળો તો ક્યારેય નહિ જોયો હોય, જે રિક્ષામાં જ ચલાવે છે લાઈવ કોન્સર્ટ, સંગીતકાર અમિત ત્રિવેદી પણ થઇ ગયા તેને ટેલેન્ટના કાયલ, જુઓ વીડિયો

અમિત ત્રિવેદીને રસ્તા પર જોવા મળ્યો અનોખો રીક્ષાવાળો, તરત જ બનાવી લીધો વીડિયો, જોઈને તમારો દિવસ પણ સુધરી જશે, જુઓ

Auto Driver Concert Stage On Wheels : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, તેમાંથી કેટલાક એવા પણ વીડિયો હોય છે જે કોઈના પણ દિલ જીતી લે છે. ત્યારે ઘણા લોકોના કેમેરામાં પણ કેટલીક એવી ઘટનાઓ કેદ થઇ જાય છે જે તમારો દિવસ બનાવી દે છે, હાલ પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક રીક્ષા ચાલાકનો અંદાજ જોઈને સૌ કોઈ તેના દીવાના બની ગયા છે. આ વીડિયોને પ્રખ્યાત સંગીતકાર અમિત ત્રિવેદીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.

રીક્ષા ડ્રાઈવરનો અનોખો અંદાજ :

વાયરલ થઈ રહેલી આ અદ્ભુત રીલમાં, તમે જોઈ શકો છો કે ઓટોની પાછળ મોટા અક્ષરોમાં ‘વિશ યુ હેપ્પી બર્થડે’ સાથે કેટલા નામ લખેલા છે. આટલું જ નહીં વીડિયોમાં ઓટો ડ્રાઈવરની સ્માઈલ પણ દેખાઈ રહી છે. વીડિયોમાં ઓટોની અંદર લગાવેલી રંગબેરંગી લાઈટોની સાથે સંગીત પણ વાગી રહ્યું છે. આગળ વિડિયોમાં તમે જોશો કે ઓટો ડ્રાઈવર માઈક બહાર કાઢે છે અને પછી મોહમ્મદ રફી સાહબનું હૃદય સ્પર્શી ગીત ‘ખોયા-ખોયા ચાંદ’ ગાતી વખતે ખૂબ જ આનંદથી રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે.

અમિત ત્રિવેદીએ શેર કર્યો વીડિયો :

વીડિયો શેર કરતી વખતે અમિત ત્રિવેદીએ કેપ્શન લખ્યું છે કે, ‘મુંબઈની સડકો પર સાચા જુસ્સાની ઝલક જોવા મળી. આ સજ્જને તેની ઓટો રિક્ષાને ‘કોન્સર્ટ સ્ટેજ’માં ફેરવી દીધી અને આ જોઈને મારું હૃદય ખુશ થઈ ગયું. કોઈપણ રીતે, તેને જોઈને ખરેખર મારો દિવસ બન્યો અને હું આશા રાખું છું કે તે તમારો દિવસ પણ બનાવે.”  અમિત ત્રિવેદીએ આ વીડિયોને શેર કરતાની સાથે જ જંગલમાં આગની જેમ વાયરલ થઇ ગયો હતો અને લોકોએ પણ તેને ખુબ જ પસંદ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Amit Trivedi (@itsamittrivedi)

યુઝર્સ પણ થયા રિક્ષાવાળાના ફેન :

વાયરલ થઈ રહેલા આ વીડિયોને લાખો યુઝર્સ જોઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 30 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અંદરથી આપણે કંઈક બીજું છીએ અને બહારથી લાચાર છીએ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે સારું છે પરંતુ ડ્રાઇવિંગ કરતી વખતે ગીતો ગાવા પણ જોખમી છે.’ આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel