ગજબનું દિમાગ દોડાવે છે હો લોકો… હવે મચ્છર મારવા માટે પણ હવામાં ફાયર કરતી તોપ આવી ગઈ, વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો

બજારમાં આવી ગઈ મચ્છર મારવાની તોપ, વીડિયો જોઈને તો આખું સોશિયલ મીડિયા લેવા માટે થયું ઘેલું, જોઈને તમે પણ કહેશો “મારે પણ આ જોઈએ…” જુઓ

Mosquito Repellent Defense System : હવે શિયાળો શરૂ થવાની સાથે જ મોટાભાગના ઘરોમાં મચ્છરોનો ત્રાસ વધી જવાનો છે. કારણ કે ઠંડીના કારણે લોકો પંખો પણ નહિ ચાલુ કરી શકે અને મચ્છર ઉપદ્રવ મચાવશે. ત્યારે બજારની અંદર પણ મચ્છર મારવા માટેની અલગ અલગ વસ્તુઓ મળે છે, જેમાં અગરબત્તી, રેકટ જેવી વસ્તુઓથી લઈને મશીન સુધી પણ સામેલ છે. પરંતુ શું તમે ક્યારેય મચ્છર મારવા માટે તોપનો ઉપયોગ થતો જોયો છે ? હાલ સોશિયલ મીડિયામાં એક વાયરલ થઇ રહેલા વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

મચ્છર મારવાની તોપ :

હાલમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મચ્છર મારવાની એર ડિફેન્સ સિસ્ટમ બતાવવામાં આવી છે. એર ડિફેન્સ સિસ્ટમને સમજાવવા માટે, ઇઝરાયેલની આયર્ન-ડોમ સિસ્ટમનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. ઈઝરાયેલ પાસે એવી એર ડિફેન્સ છે, જે આવનારા રોકેટને હવામાં જ નષ્ટ કરે છે. લોન્ચ કરાયેલા રોકેટ જમીન પર પડે ત્યારે જ તબાહી મચાવી શકે છે. આયર્ન-ડોમ સિસ્ટમ રોકેટને હવામાં જ ગોળી મારી શકાય છે.

કેવી રીતે કરે છે કામ :

આ મચ્છર મારવાનું મશીન લેસર લાઈટ ગન જેવું કામ કરે છે. જેમાં મશીન જેવું જ પોતાના ઝોનમાં આવેલા કોઈ મચ્છરને સેન્સ કરે છે કે તરત જ તેના પર સીધું ફાયર કરીને તેને મારી નાખે છે. વીડિયોમાં પણ તમે એ પ્રકારે મચ્છરને મારતા જોઈ શકો છો.  આ વીડિયોમાં એક ડાયરી પણ બતાવવામાં આવી છે, જેમાં મરેલા મચ્છરો ચોંટાડવામાં આવ્યા છે અને તેની સાથે સમય પણ લખવામાં આવ્યો છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લગભગ એક મિનિટમાં ઘણા મચ્છરો માર્યા ગયા છે.

ચીને કર્યું આ કારનામુ :

આ આર્ટવર્ક ચીનમાં મોટા પ્રમાણમાં વેચવામાં આવ્યું છે, અને શક્ય છે કે ટૂંક સમયમાં આ મશીન અન્ય દેશોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ મશીન વીજળીથી ચાલશે. સૌથી મોટો ફાયદો એ થશે કે યુઝર્સ કોઇલ અને લિક્વિડમાં વપરાતા હાનિકારક કેમિકલથી બચી શકશે. ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ ભરપૂર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ જબરદસ્ત મશીનને ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel