KTM પર આ છોકરાએ કરી દીધી સત્યાનાશ ક્રિએટીવિટી, જુગાડ જોઇ લોકોનું માથુ ચકરાઇ ગયુ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
આપણે ભારતીયો જુગાડના મામલામાં દુનિયાથી ઘણા આગળ છીએ. આપણી જુગાડુ ટેક્નોલોજી એટલી જબરદસ્ત છે કે જોઇને કોઇ પણ હેરાન રહી જાય. સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળી જાય તે કોઇ કહી ના શકે. અવાર નવાર કોઇના કોઇ એવા જુગાડ વાળા વીડિયો જોવા મળી જાય કે કોઇ પણ હેરાન રહી જાય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ એવો જુગાડ કરી દીધો કે જોઇ લોકોનું માથુ પણ ચકરાઇ ગયુ.
KTM પર સત્યાનાશ ક્રિએટીવિટી
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિએ પોતાની KTM બાઈકને મોડિફાઈ કરી છે. આ વીડિયો પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. ક્રિએટીવિટી બતાવવાના ચક્કરમાં આ વ્યક્તિએ એક સારી બાઇકનો સત્યાનાશ કરી નાખ્યો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિએ તેની KTM બાઇકને ભંગારમાં ફેરવી દીધી.
KTM બાઇકને ભંગારમાં ફેરવી દીધી
વ્યક્તિ રોડ પર KTM બાઇક ચલાવી રહ્યો છે. પરંતુ જેવી નજર બાઇકના પાછળના ટાયર પર પડે કે જોઇને કોઇ પણ દંગ રહી જાય. આ વ્યક્તિએ બાઈકનું પાછળનું ટાયર કાઢીને ત્યાં એક સળિયો લગાવ્યો. આ પછી થોડું પાછળ તેણે ટાયર લગાવ્યુ. બાઇકને મોટી બનાવવા માટે આ વ્યક્તિએ બાઇકની ચેઇન પણ લાંબી કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને bhadoria_stunt_academy_yt નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
લોકોએ કરી આવી આવી કમેન્ટ
વીડિયો જોઈને ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી. એક યુઝરે કમેન્ટ કરી- KTM લોકો આ જોઈને રડ્યા હશે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- સારી બાઈકને આ શું થઈ ગયું. અન્ય યુઝરે લખ્યું- આ મોડિફિકેશન નહિ પણ છપરીફિકેશન છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં