બાઈક અને કાર બાદ હવે ધોનીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ થયો જગજાહેર, પોતાના ફાર્મ હાઉસમાં કર્યું એવું કે ચાહકો બોલ્યા “વાહ…” જુઓ વીડિયો
MS Dhoni love for animals : બોલીવુડના કલાકારોની જેમ ક્રિકેટરોનું પણ મોટું ફેન ફોલોઇંગ છે અને તેમાં પણ ખ્યાતનામ ક્રિકેટરો તો આજે દુનિયાભરમાં જાણીતા છે. પરંતુ ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીના ફેન ફોલોઇંગનું તો કહેવું જ શું ? ભલે આજે ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, છતાં પણ તેના ચાહકો તેની સાથે જોડાયેલા છે અને તેના જીવન પર પણ સતત નજર રાખતા આવે છે, ધોની ઘણીવાર એવા એવા કામ કરે છે જેનાથી ચાહકોના દિલ પણ જીતી લે છે.
પાલતુ ઘોડા સાથેનો વીડિયો વાયરલ :
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ખેતી અને તેના પાલતુ પ્રાણીઓ સાથે ઘણો સમય વિતાવ્યો છે. પાલતુ પ્રાણીઓ સાથે એમએસ ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની પોતાના પાલતુ ઘોડા અને ઘોડાના બચ્ચાને ખવડાવતો જોવા મળી રહ્યો છે.
પ્રાણીઓ સાથે પણ ધોનીનો પ્રેમ :
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીને પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ અને પ્રેમ છે. ધોનીને ઘણી વખત તેના ડોગ સાથે સમય વિતાવતો, તેમને ખવડાવતો અને તેમનો જન્મદિવસ પણ તેમની સાથે સેલિબ્રેટ કરતો જોવા મળ્યો છે. આ વખતે ધોની પોતાના પાલતુ ઘોડા સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોની સાથે કેટલાક લોકો હાજર છે, એક કાળો ઘોડો અને તેનું બચ્ચું ધોનીની પાસે ઊભું છે.
MS Dhoni and his love for pets. pic.twitter.com/FWBxzlTJMM
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2023
ચાહકોના જીત્યા દિલ :
વીડિયોમાં ધોની પોતાના હાથથી ઘોડાને કંઈક ખવડાવતો જોવા મળી રહ્યો છે, ધોની ઘોડાને પ્રેમ કરતો પણ જોવા મળી રહ્યો છે. ધોની ઘોડાને પણ કહી રહ્યો છે કે હાથ ખાવાની વસ્તુ નથી. તે પછી ધોની બચ્ચાને ખવડાવતો જોવા મળે છે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ ધોનીના ચાહકો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતો જોવા માંગે છે. આ વર્ષે પણ ધોની ચેન્નાઇમાં રમવાનો છે એ સમાચારથી ચાહકો ખુબ જ ખુશ છે.