મહેન્દ્ર સિંહ ધોનીની મોટિવેશનલ સ્પીચે જીત્યા ચાહકોના દિલ, ખેલાડીઓને કહ્યું… “સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારે હોય કે ઓછા…” જુઓ વીડિયો

ધોનીએ યુવાનોને પોતાની વાતોથી કર્યા મંત્રમુગ્ધ, કરી એવી એવી વાતો કે વીડિયો જોઈને તમે પણ પ્રભાવિત થઇ જશો… જુઓ

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. પરંતુ તે આઇપીએલમાં ચેન્નાઇની ટીમ તરફથી હજુ રમે છે. માહીના ચાહકો પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. ઘણા લોકો ધોનીને ભગવાનની જેમ પૂજતા હોય છે. ત્યારે ધોનીના જીવન સંઘર્ષ વિશે પણ લોકો જાણે છે અને ધોનીની સાદગી પણ ચાહકોના હંમેશા દિલ જીતતી હોય છે.

સોશિયલ મીડિયામાં ધોનીની સાદગીના ઘણા બધા વીડિયો તમે જોયા હશે. ત્યારે હાલ ધોનીનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધોનીની મોટિવેશનલ સ્પીચથી સૌ કોઈ પ્રભાવિત થઇ ગયા. ધોની હાલમાં જ મર્સીડીઝ કાર લોન્ચિંગમાં પહોંચ્યો હતો. જેનો વીડિયો કંપનીએ ગત બુધવારના રોજ રિલીઝ કર્યો.

આ ઇન્ટરવ્યૂમાં ધોનીએ પોતાની વાતોથી યુવાનોને મંત્રમુગ્ધ કરી દીધા. ધોનીએ યુવાનોને એક ગુરુમંત્ર આપ્યો. આ ઇવેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના કાર પ્રત્યેના શોખને પણ જણાવ્યો હતો. ધોનીએ જણાવ્યું કે, “તે જયારે પણ ક્રિકેટરોને મળે છે ત્યારે બસ એક જ વાત કહે છે.” તે સાથી ક્રિકેટરોને ફક્ત ક્રિકેટ માટે જ વિચારવા માટે કહે છે. ગાડીઓ અને બીજું બધું જ તેની સાથે જોડાયેલું છે પણ સૌથી વધારે ક્રિકેટ જરૂરી છે.”

જે લોકો ક્રિકેટ કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં જવા ઈચ્છે છે કે પછી કંઈક બનવા માંગે છે તેમના માટે ધોનીનો આ ગુરુમંત્ર ખુબ જ ખાસ છે. ધોનીએ કહ્યું કે અમે ક્રિકેટર છીએ તો અમારા માટે સૌથી જરૂરી ક્રિકેટ છે. જયારે મેં 2004માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો ત્યારે ના ટ્વીટર હતું ના ઇન્સ્ટાગ્રામ. અમે ક્રિકેટ પર ફોકસ કરીએ છીએ.”

ધોનીએ આગળ કહ્યું કે, “સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ કોના વધારે છે, કોના ઓછા છે, કેટલી લાઈક આવી રહી છે આ બધું થતું રહેશે. પરંતુ એક ક્રિકેટર માટે સૌથી વધારે જરૂરી છે ક્રિકેટ. બાકી કામ થતું રહેશે.” ધોનીએ આગળ એમ પણ કહ્યું કે, “જો તમે દેશ માટે સારું રમશો, ક્રિકેટ પર ધ્યાન આપશો તો ફોલોઅર્સ અને લાઈક પોતાની જાતે જ વધી જશે.” ત્યારે હવે ધોનીનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel