ખજુરભાઈ તેમના ભાઈ સાથે કિંજલ દવેના પિતા લલિત દવેને લઈને પહોંચ્યા આંબાવાડિયાની મુલાકાત લેવા…વીડિયોમાં જુઓ ખજુરભાઈનો આગવો અંદાજ

કિંજલ દવેના પપ્પા પહોંચ્યા ખજુરભાઈની વાડીએ, નીતિન જાની અને ભાઈ તરુણ જાનીએ કર્યા માહિતગાર, વાયરલ થયો વીડિયો

કિંજલ દવે અને તેનો પરિવાર હાલમાં જ ગુજરાતીઓના મસીહા એવા નીતિન જાનીના ઘરની મુલાકાત લેવા પહોંચ્યો હતો. જેની ઘણી બધી તસ્વીરો પણ ખજુરભાઈએ તેમના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. આ તસ્વીરોમાં તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી.

તસવીરોમાં કિંજલ દવે તેના ભાઈ આકાશ દવે અને પિતા લલિત દવે સાથે નીતિનભાઈના ઘરની મુલાકાત લેતી જોવા મળી હતી. ત્યારે હાલ કિંજલના પિતા લલિત દવેએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની સાથે આંબાવાડિયાની મુલાકાત લેવા માટે જતા જોવા મળી રહ્યા છે.

નીતિનભાઈ અને તરુણભાઈની સાથે કિંજલ દવેના પિતા લલિત દવે ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. નીતિન જાની અને તરુણ જાની તેમને રસ્તા પર ચાલીને જતા જતા આસપાસની માહિતી પણ આપતા જોવા મળી રહ્યા છે. જેના બાદ તે ફાર્મ પર આંબાવાડિયાની પણ મુલાકાત કરે છે. વીડિયોમાં આંબા પર મંજરી આવી ગયેલી પણ જોવા મળી રહી છે.

આ ઉપરાંત લલિત દવેએ તેમના સોશિયલ મીડિયામાં ત્રણ તસવીરો પણ શેર કરેલી જોઈ શકાય છે જે નીતિન જાનીના ઘરની અંદરની છે. તસવીરોમાં ખજુરભાઈએ હાર પહેરાવી લલિત દવેનું સ્વાગત કર્યા બાદ સાથે ઉભા રહીને પોઝ આપ્યો હતો. બીજી તસ્વીરમાં લલિત દવેનો પરિવાર અને નીતિન જાની અને ભાઈ તરુણ જાની સાથે ઉભા છે તો ત્રીજી તસવીરમાં બંને ભાઈઓ સાથે લલિત દવે જોવા મળી રહ્યા છે.

લલિત દવેએ આ તસવીરો અને વીડિયો શેર કરવાની સાથે કે સરસ મજાની કવિતા પણ કેપ્શન સ્વરૂપે લખી છે. તેમણે લખ્યું છે કે, “અહીંયા કોઈ સાન વગર મરે છે,  તો કોઈ અહીં ધાન વગર મરે છે, અહીં કોઈ તેના કર્મોથી દુઃખી છે, કોઈ તેમના સ્વભાવથી દુઃખી છે, તમે જે પણ સ્થિતિમાં જીવો છો, તેનું મૂળ કારણ તમે પોતે જ છો”

આ કવિતામાં જ તેમણે આગળ લખ્યું છે, “કોઈને દોષ દેવાની જરૂર ક્યાં છે, થોડા પોતે બદલવાની જરૂર છે,  જેમને દુખી જ થવું છે તેમને તો અહીં ભગવાન પણ સુખી નથી કરી શકતો  !! લલિત દવે, જય ચેહર સરકાર જેસંગપુર !” ત્યારે લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો અને વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેની આ મુલાકાત બાદ નીતિન જાનીએ તસવીરો પોસ્ટ કરતા એમ પણ લખ્યું હતું કે કિંજલ દવે હવે તેમની સાળી થઇ ગઈ છે. આમ કહેવા પાછળનું ખજુરભાઈનું કારણ એ હતું કે થોડા દિવસ પહેલા જ નીતિન જાનીની સગાઇ મીનાક્ષી દવે સાથે થઇ છે. આ રીતે જ્ઞાતિ પ્રમાણે બંને બહેનો થાય છે.

Niraj Patel