9 વર્ષમાં એક પણ ફિલ્મ નહિ, તો પણ આલીશાન જીવન જીવે છે ઉદય ચોપરા, પ્રોપર્ટી જાણી રહી જશો હેરાન
બોલિવુડ એક્ટર ઉદય ચોપરા આજે એટલે કે 5 જાન્યુઆરીએ તેનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મી પડદા પર કેટલીક જ ફિલ્મોમાં જોવા મળેલ ઉદય ચોપરા મોહબ્બતેં, દિલ બોલે હડિપ્પા, કલ હો ના હો, ઘૂમ જેવી ફિલ્મોમાં સાઇડ હિરોની ભૂમિકામાં નજર આવી ચૂક્યો છે. એક એક્ટર તરીકે ઉદય ચોપરાના કરિયરની વાત કરીએ તો તે બ્રાઇટ નથી રહ્યુ, પણ કમાણી અને સંપત્તિ મામલે તે સારા-સારા એક્ટરને માત આપે છે. ઉદય એક્ટિંગ ઉપરાંત અસિસ્ટેંટ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીનરાઇટર તરીકે પણ કામ કરી ચૂક્યો છે.
મોહબ્બતેંમાં જોવા મળેસલ ઉદય ચોપરાની સંપત્તિ અને નેટવર્થ હેરાન કરનારી છે. મુંબઇમાં 5 જાન્યુઆરી 1973ના રોજ જન્મેલ ઉદય ચોપરા બોલિવુડના લેજેન્ડ ડાયરેક્ટર યશ ચોપરાનો દીકરો છે. મુંબઇમાં શરૂઆતી અભ્યાસ બાદ તે લોસ એંજલસમાં શિફ્ટ થયો, જ્યાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં તેણે એડમિશન લીધુ. ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તે મુંબઇ પરત ફર્યો અને ફિલ્મોમાં કરિયર અજમાવ્યુ. ઉદયે તેના કરિયરની શરૂઆત પિતાની જ ફિલ્મો લમ્હે, પરંપરા, ડરથી એક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી.
ઉદય ભલે પડદા પર એક લીડ એક્ટર તરીકે સામે આવ્યો ન હોય પણ તે ઇન્ડસ્ટ્રીના સક્સેસફુસ લોકોમાંથી એક છે. જો કે, ઉદયને લઇને હંમેશા અનેક રીતના સવાલ ફરતા રહે છે. એક્ટ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ઉપરાંત તે અલગ અલગ બિઝનેસનો પણ ભાગ છે. ભાઇ આદિત્ય ચોપરા સાથે તે YRF એન્ટરટેઇનમેન્ટ અને યશરાજ ફિલ્મ્સના માલિક અને મેનેજર પણ છે. આ ઉપરાંત ઉદય એક કોમિક બુક કંપનીનો માલિક છે, જે યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોનો જ એક ભાગ છે. આ કોમિક્સ પ્રિંટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર હાજર છે.
આ તેના પિતા યશરાજની ફેમસ ફિલ્મોનું જ એક ક્રિએશન છે, જે બધી ઉંમરના લોકો માટે છે. ઉદય ચોપરાએ જુલાઇ 2012માં યોમિકાનું ઉદ્ઘાટન મુંબઇમાં કર્યુ હતુ. ઉદયે બોલિવુડ જ નહિ પણ હોલિવુડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે Grace of Monaco અને The Longest Week નામની બે હોલિવુડ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. રીપોર્ટ્સ અનુસાર, ઉદયની નેટવર્થ લગભગ 50 લાખ ડોલર એટલે કે 38-40 કરોડ રૂપિયા છે. તેની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે અને ફ્લેટ્સ પણ છે. ઉદય ચોપરાને બાળપણથી જ ફિલ્મોમાં લગાવ હતો.
પિતા યશ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ ઉદયે 1994માં અક્ષય કુમાર, કાજોલ અને સૈફ અલી ખાનને લઇને ફિલ્મ યે દિલ્લગી બનાવી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સેમી હિટ રહી હતી. તે બાદ ઉદયને લાગ્યુ કે તેણે એખ હીરો તરીકે ફિલ્મમાં કામ કરવું જોઇએ તો તેણે ફિલ્મ મહોબ્બતેંથી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ હિંદી સિનેમાની ક્લાસિક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ઉદય ચોપરા એ લીડ કોલમાં ભલે દિલ ના જીત્યુ હોય પણ સપોર્ટિંગ રોલમાં તેના ઘણા પાત્ર સુપરહિટ રહ્યા છે. ધૂમ ફિલ્મમાં ઉદય અલીના રોલમાં જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં તેના પાત્ર અને તેના કામ બંનેને પસંદ કરવામાં આવ્યુ હતુ. જો કે, તે બાદ તે કેટલીક જ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, ઉદયે હજુ સુધી લગ્ન નથી કર્યા નરગિર ફખરી સાથે બ્રેકઅપ બાદ તે હજી સિંગલ છે. તે લાઇમલાઇટથી દૂર રહે છે. ગયા વર્ષે ઉદય ચોપરાને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. તેની તસવીર જ્યારે સામે આવી ત્યારે બધા હેરાન રહી ગયા હતા, તેને ઓળખવો પણ લોકો માટે મુશ્કેલ બની ગયો હતો. તે પહેલા કરતા થોડો અલગ અને હેવી દેખાઇ રહ્યો હતો.