શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂતને ગિફ્ટ કર્યુ 56 કરોડનું આલીશાન ઘર, અંદરની તસવીરો જોઇ રહી જશો હક્કાબક્કા

શાહિદ કપૂરે કર્યો 56 કરોડના નવા ઘરમાં ગૃહ પ્રવેશ, ફાઇવ સ્ટાર હોટલથી નથી કમ, જુઓ અંદરની તસવીરો

બોલિવુડમાં જ્યારે બેસ્ટ એક્ટર ડાંસરની વાત થાય છે, ત્યારે તેમાં ટોપ 5 એક્ટર્સમાં શાહિદ કપૂરનું નામ જરૂર લેવામાં આવે છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શાહિદ કપૂરે લાંબો સમય વિતાવ્યો છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી અને તેના ઘણા ડાન્સ સ્ટેપ્સ પણ ફેમસ થઇ ગયા. શાહિદ કપૂરનું નામ આજે બોલિવૂડના હિટ એક્ટર્સમાં લેવામાં આવે છે. માત્ર શાહિદ કપૂર જ નહીં પરંતુ તેની પત્ની મીરા રાજપૂત પણ ખૂબ ફેમસ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મીરા ફેશન મામલે ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની ફેશન બધાને ખૂબ આકર્ષે છે. જો કે, મીરા રાજપૂત એક હાઉસ વાઇફ છે અને તે તેના બંને બાળકોની સંભાળ રાખે છે. શાહિદ તેના પરિવાર સાથે એક સુંદર ઘરમાં રહે છે. શાહિદ કપૂરે વર્ષ 2018માં મુંબઈના જુહુમાં એક આલીશાન સી-ફેસિંગ ઘર ખરીદ્યું હતું. શાહિદ પાસે 8625 સ્ક્વેર ફૂટમાં બનેલ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે.

અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન પણ આ જગ્યાએ ફ્લેટ ધરાવે છે. શાહિદ અને મીરાએ આ ઘર માટે રૂ. 2.91 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ ઘરના રજીસ્ટ્રેશન વખતે શાહિદે પોતાનું નામ શાહિદ પંકજ કપૂર અને મીરાએ મીરા શાહિદ કપૂર લખાવ્યુ હતું. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન7 જુલાઇ 2015ના રોજ થયા હતા. આ અરેન્જ મેરેજ હતા. આ કપલ બોલિવુડના પોપ્યુલર અને ફેમસ કપલમાંના એક છે.

શાહિદ કપૂર નવરાત્રીના શુભ અવસર પર પત્ની મીરા રાજપૂત સાથે નવા ઘરમાં શિફ્ટ થયો હતો. તેણે નવરાત્રિમાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો અને નાની પૂજા પણ કરી. વર્ષ 2018માં ખરીદેલા આ ઘરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી કામ ચાલી રહ્યું હતું. મીરાએ પોતે આ ઘરની અંદરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ઘરની કિંમત 56 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે મુંબઈના બાંદ્રા વર્લી સી-લિંક પર આવેલું છે.

શાહિદ કપૂરનું ઘર ખૂબ જ આલીશાન છે, જે બાંદ્રા વર્લી સી-લિં પાસે ‘360-વેસ્ટ’માં બહુમાળી બિલ્ડિંગના 42મા અને 43મા માળે આવેલું છે. આ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. શાહિદ કપૂરે ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મીશા અને ઝૈનના જન્મ પછી તેને જૂનુ ઘર નાનુ લાગવા લાગ્યુ હતુ. તેથી જ બાળકોના કારણે તેણે નવું મકાન લેવાનું વિચાર્યું. પછી જ્યારે તેણે બાંદ્રા વર્લી સી-લિંક પસે આ એપાર્ટમેન્ટ જોયો ત્યારે તેને અહીંની જગ્યા અને વિસ્તાર ગમ્યો અને પછી ડીલ ફાઈનલ કરી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરનું આ નવું રહેઠાણ 8,625 સ્ક્વેર ફૂટનું છે. અહીંથી સી-લિંકનો સુંદર નજારો સ્પષ્ટ દેખાય છે. તે મુંબઈના પોશ વિસ્તારોમાંનો એક છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ જર્સીમાં મૃણાલ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે કંઇ ખાસ પ્રદર્શન નહોતુ કર્યુ. આ પહેલા તેની ફિલ્મ કબીર સિંહ સુપર હિટ રહી હતી. જેમાં કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં હતી. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Shah Jina