જેકલીને કરાવી કોસ્મેટિક સર્જરી ? વાયરલ વીડિયોમાં બદલાયેલો લુક જોઇ ભડક્યા લોકો, બોલ્યા- તે કેટલી કરાવી છે ?

જેકલીન ફર્નાંડિસ કોસ્મેટિક સર્જરી પર આપેલ જવાબને લઇને થઇ ટ્રોલ, લોકોએ પૂછ્યુ- તે કેટલીવાર કરાવી ?

જેકલીન ફર્નાંડિસ બોલિવુડની બ્યુટી ક્વીન્સમાંની એક છે. જેકલીનની ખૂબસુરતી પર ચાહકો ફિદા રહે છે. અભિનેત્રીએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. બોલિવુડ ફિલ્મોની ગ્લેમરસ ડીવા જેકલીન વર્ષ 2006માં શ્રીલંકા મિસ યુનિવર્સનો તાજ જીતી ચૂકી છે. આ બ્યુટી પેજન્ટનો વર્ષો બાદ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો જેકલીનને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. મિસ યુનિવર્સ શ્રીલંકા પેજન્ટના સવાલ-જવાબ રાઉન્ડમાં જેકલીને કોસ્મેટિક સર્જરીના સવાલ પર જવાબ આપતા કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે કોસ્મેટિક સર્જરી એક અનફેર એડવાન્ટેજ છે.

કારણ કે મને આ બ્યુટી પેજન્ટ વિરૂદ્ધ લાગે છે. મહિલાઓની નેચરલ બ્યુટીને આપણે સેલિબ્રેટ કરવી જોઇએ. આ ઘણુ માયને રાખે છે કે કોન તેને અફોર્ડ કરી શકે છે અને કોણ તેનો ખર્ચ નથી ઉઠાવી શકાતુ. બ્યુટી પેજન્ટનો મતલબ આ નથી. કોસ્મેટિક સર્જરી પર જેકલીન ફર્નાંડિસનો આ વીડિયો વાયરલ થતા જ લોકોએ તેનાપર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી. કેટલાક લોકોએ જેકલીનનો ફેવર કર્યો તો કેટલાક લોકો તેના વિરૂદ્ધ બોલતા નજર આવ્યા.

કેટલાકે તો અભિનેત્રીની મજાક પણ ઉડાવી. એક યુઝરે લખ્યુ- જુઓ તો જરા કોણ બોલી રહ્યુ છે. એક બીજા યુઝરે લખ્યુ- આ અત્યારે કેટલી અલગ લાગે છે. એક અન્ય યુઝરે લખ્યુ- આને ઓળખવામાં મને સમય લાગ્યો. કેટલાકે તો જેકલીનને એમ પણ પૂછ્યુ કે તે કેટલી કરાવી છે ? એકે લખ્યુ- હવે તેના શરીર પર બધી રીતની કોસ્મેટિક સર્જરી થઇ ચૂકી છે. તેનો ચહેરો હવે પહેલા જેવો નથી.

એકે લખ્યુ- સ્ક્રીન પર સારા દેખાવા માટે તમે અગણિત સર્જરી કરાવી છે ને ? જણાવી દઇએ કે, જેકલીને 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા પેજન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વર્ષ 2009માં ફિલ્મ અલાદીનથી તેણે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે સલમાન ખાન, અક્ષય કુમાર સહિત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. જેકલીન આ દિવસોમાં મહા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના સંબંધને લઇને મની લોન્ડ્રિંગ કેસને લઇને સતત ચર્ચામાં બનેલી છે.

જેકલીન પર સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લેવાનો આરોપ લાગ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, જેકલીન છેલ્લે રામ સેતુ અને કેટલાક સમય પહેલા રીલિઝ થયેલ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળી હતી.

Shah Jina