કોરોનાકાળમાં લોકોના મસીહા બનીને ઉભરેલા સોનુ સૂદની આ ખતરનાક હીરોગીરીએ કરાવી દીધી ફજેતી, શોકિંગ વીડિયો

સોનુ સૂદ આવું ન કરે…ચાલતી ટ્રેનના દરવાજા પર બેસી અભિનેતાએ બનાવ્યો વીડિયો, રેલવેએ કરી દીધી ફજેતી

સોનુ સૂદ બોલિવુડના એક એવો અભિનેતા છે, જેના પર ચાહકો જીવ છિડકે છે. પરંતુ ચાહકોના દિલમાં વસનારા સોનુ સૂદે હવે કંઇક એવું કરી દીધુ છે, જેના પર તેમને પ્રશંશા નહિ પણ ફટકાર મળી છે. કોરોનાકાળમાં ગરીબોના મસીહા તરીકે દેશ-દુનિયામાં લાઇમલાઇટ મેળવનાર ફિલ્મ અભિનેતા સોનુ સૂદ ચાલતી ટ્રેનમાં ગેટ આગળ બેસેલા વીડિયોને કારણે વિવાદોમાં આવી ગયા છે. આ વીડિયોને લઇને જ્યાં રેલવેએ સોનૂ સૂદને નસીહત આપી છે, ત્યાં મુંબઇ રેલવે યુઝર્સે તેને ફટકાર લગાવી છે.

નોર્દન રેલવેએ 3 જાન્યુઆરીના રોદ સોનુ સૂદનો ટ્વીટ કરેલો વીડિયો રી ટ્વીટ કરી લખ્યુ- પ્રિય સોનુ સૂદ દેશ અને દુનિયાના લાખો લોકો માટે તમે એક આદર્શ છો. ટ્રેનના પાયદાન એટલે કે ટ્રેનના દરવાજા પાસે બેસી યાત્રા કરવી ખતરનાક છે. આ પ્રકારના વીડિયોથી તમારા પ્રશંસકોને ખોટો સંદેશ જઇ શકે છે. મહેરબાની કરીને આવું ન કરો. સુગમ અને સુરક્ષિત યાત્રાનો આનંદ ઉઠાવો. ત્યાં મંુબઇ રેલવે યુઝર્સે ટ્વીટ કર્યુ કે, મહેરબાની કરીને ફુટબોર્જ પર બેસી આવા આસન ન બતાવો, જે તેનું કારણ બને.

મુંબઇ પોલિસને ટેગ કરતા લખ્યુ કે, કાનૂન લાગુ કરનાર સંસ્થાઓ આની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે અને આ ઉપરાંત તે ઘાતક છે. સાથે સોનૂ સૂદને ટેગ કરતા લખવામાં આવ્યુ છે કે, મહેરબાની કરીને પોસ્ટ હટાવી દો. આ વીડિયો સોનુ સૂદે તેના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. જેને લાખો લોકો જોઇ ચૂક્યા છે અને સેકડો લોકોએ રીટ્વીટ કર્યો છે. ત્યાં પોસ્ટ પર લાખો તો લાઇક્સ પણ આવી ગઇ છે. ઘણી લોકોએ આ વીડિયોને લઇને નસીહત આપી છે. સોનૂ સૂદે આ વીડિયો શેર કર્યો તેમાં બેકગ્રાઉન્ડમાં બોલિવુડનું ફેમસ ગીત ‘મુસાફિર હું યારો’ ચાલી રહ્યુ હતુ.

જ્યારે સોનુ સૂદ ટ્રેનના ગેટ પર બેસી સ્માઇલ આપી રહ્યા હતા. આ વીડિયો ધ્યાને આવતા અને વાયરલ થતા જીઆરપી મુંબઇએ રિએક્શન આપ્યુ હતુ. મુંબઇ રેલવે પોલિસ કમિશ્નરેટના ઓફિશિયલ હેન્ડલ જીઆરપી મુંબઇએ ટ્વીટમાં લખ્યુ હતુ કે, સોનુ સૂદ ફુટબોર્ડ યાત્રા કરવી ફિલ્મોમાં મનોરંજનનો સ્ત્રોત હોઇ શકે છે, રિયલ લાઇફમાં નહિ ! આવો બધા સુરક્ષા દિશાનિર્દેશોનું પાલન કરીએ અને બધા માટે હેપ્પી ન્યુ યર સુનિશ્ચિત કરીએ.

Shah Jina