બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન હંમેશા ચર્ચામાં રહે છે. આયરા તેની પર્સનલ લાઇફને લઇને ખબરોમાં બની રહી છે. આયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આયરાએ હાલમાં જ તેના મંગેતર નૂપુર સાથે એક મજેદાર ગેમ રમતો વીડિયો શેર કર્યો છે. આયરા આ દરમિયાન બ્લૂ ડીપનેક ટોપ પહેરેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
આ વીડિયોમાં આયરા અને નૂપુર બંનેની આંખો બંધ છે. તેઓ અતરંગી સવાલોના જવાબ ઇશારામાં આપતા જોવા મળી રહ્યા છે. બંનેને કેટલાક સવાલ પૂછવામાં આવે છે, જેમ કે પહેલા કોને પ્રપોઝ કર્યુ હતુ ? પહેલા કિસની પહેલ કોણે કરી હતી ? બંનેમાં આળસી કોણ છે ? બંનેમાંથી કોણ અડિયલ છે ? બંનેને આવી જ રીતે લવ લાઇફ અને એકબીજાને લઇને સવાલ કરવામાં આવ્યા, જેના બંનેએ આંગળીના ઇશારે જવાબ આપ્યા.
View this post on Instagram
વીડિયોમાં એવું કંઇ પણ નહોતુ કે જેના કારણે યુઝર્સ આયરાને ટ્રોલ કરે પણ આયરાએ જે બ્લૂ ડીપ નેક ટોપ પહેર્યુ હતુ, તેને કારણે તે ટ્રોલ થઇ ગઇ. યુઝર્સને તેના આવી રીતના કપડા પહેરવાનું પસંદ ન આવ્યુ. એક યુઝરે કહ્યુ- તમે હંમેશા આવા જ કપડા કેમ પહેરો છે ? ત્યાં કેટલાક તેની મજાક પણ બનાવી રહ્યા છે. આયરા સાથે સાથે લોકો તેના મંગેતર નૂપુરને પણ ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આયરા અને નૂપુરે નવેમ્બર 2022માં સગાઇ કરી હતી.
View this post on Instagram
પહેલા એક વેકેશન દરમિયાન નૂપુરે આયરાને પ્રપોઝ કર્યુ અને પછી મુંબઇ આવ્યા બાદ પરિવાર અને મિત્રો વચ્ચે બંનેએ ધામધૂમથી સગાઇ કરી. બંને બે-ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લોકડાઉન દરમિયાન બંને નજીક આવ્યા. નૂપુર આયરાનો ફિટનેસ ટ્રેનર છે. આયરા પેશાથી એક ડાયરેક્ટર છે. તે અવ્ય સ્ટારકિડ્સની જેમ લાઇમલાઇટમાં નથી રહ્તી અને ના હિરોઇન બની ફિલ્મમાં કામ કરવા માગે છે.
View this post on Instagram