મનોરંજન

લોકડાઉનમાં આ રીતે ફિટ રહે છે મૌની રોય, 7 તસ્વીરોમાં જોવા મળી ટોન્ડ બોડી

કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનાથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમયમાં સેલેબ્સ સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધુ એક્ટિવ થઇ ગયા છે અને પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરી રહયા છે. ત્યારે અભિનેત્રી મૌની રોય પણ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતી રહે છે.

મૌનીએ હાલમાં જ તેના ડાન્સ સેશનના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. મૌનીએ જે ફોટો શેર કર્યા છે તેમાં તે જીમ વેરમાં જોવા મળી રહી છે. આ ફોટોઝમાં તે ખૂબ જ ફીટ અને સુંદર દેખાઈ રહી છે, જે શેર કરી તેને લખ્યું, ‘ડાન્સ ડાન્સ ડાન્સ’. મૌનીની આ તસ્વીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેમના પર સતત કોમેન્ટ કરીને અભિનેત્રીના વખાણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

જણાવી દઈએ કે મૌની રોય છેલ્લા કેટલાક સમયથી દુબઇમાં છે. તે તેની બહેનને ત્યાં ગઈ હતી અને એ દરમ્યાન જ લોકડાઉન થઇ ગયું અને ફલાઈટ્સ બંધ કરી દેવામાં આવી જેને કારણે એ ત્યાં ફસાઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

મૌની રોયે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. વર્ષ 2006માં તેણે એકતા કપૂરની સીરિયલ કયોકી સાસ ભી કભી બહુ થી કરી હતી, જેમાં તે કૃષ્ણા તુલસીની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે જરા નચ કે દિખાની પહેલી સીઝન જીતી હતી. આ પછી, મૌની કસ્તુરી, પતિ પત્ની અને વો, દો સાહેલીયા, દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

આ પછી મૌની રોય વર્ષ 2018માં અક્ષય કુમારની ઓપોઝીટ ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. આ પછી તે જોન અબ્રાહમ સાથે ફિલ્મ રૉ-રોમિયો અકબર વૉલ્ટરમાં જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

ફિલ્મોની વાત કરીએ તો મૌની રોય વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મેડ ઈન ચાઈનામાં જોવા મળી હતી, જેમાં તેને રાજકુમાર રાવની પત્નીની ભૂમિકા ભજવી હતી. હવે એ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, જેમાં એના સિવાય આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ છે. સાથે જ મૌની અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ મોગુલમાં કામ કરતી જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.