મનોરંજન

અભિનેત્રી મૌની રૉય દુર્ઘટનાથી માંડ-માંડ બચી, ગાડી પર પડ્યો મોટો પથ્થર, જુઓ વિડીયો

તાજેતરમાં જ અભિનેત્રી મૌની રૉય એક દુર્ઘટનાનો શિકાર થતા થતા જ બચી ગઈ છે. મૌનીનો ગાડી પર મુંબઈ મેટ્રોની બાંધકામની સાઈટથી એક મોટો પથ્થર પડ્યો હતો. જો કે ઘટનામાં મૌનીને કોઈ જ નુકસાન નથી થયું, પણ તેની ગાડીનો કાચ તૂટી ગયો હતો. મૌનીએ આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર શેર કરી મેટ્રોને બેજવાબદાર ગણાવ્યા હતા.


એક્ટ્રેસે વિડીયો શેર કરતા લખ્યું હતું કે, હું મારા કામ પર જઈ રહી હતી. ત્યારે જુહુ સિગ્નલ પર એક મોટો પથ્થર 11માં માળેથી ગાડી પર પડ્યો. હું કંઈ કરી શકી ના હતી. પરંતુ વિચારો જો કોઈ રસ્તા પર હોય એને માથે પડ્યો હોત તો શું થાત? મુંબઈ મેટ્રોની આ લાપરવાહીનો શું ઉપાય કરવો જોઈએ ? કોઈ મને બતાવો.

વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે, મૌની આ દુર્ઘટનામાં માંડ-માંડ બચી છે. મૌની કારની રૂફને દેખાડી રહી છે. જેના પર પથ્થર પડ્યો હતો. કારમાં પણ મોટો ઘસરકો પડી ગયો છે.

 

View this post on Instagram

 

Bibliotheek|Library

A post shared by mon (@imouniroy) on

ફિલ્મોની વાત કરવામાં આવે તો મૌની અને રાજકુમાર રાવ પડદા પર ધમાલ કરતા નજરે ચડે છે. તેની આગામી ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું નવું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે.

 

View this post on Instagram

 

“Sunflower” on loop ! कल किसका बर्थ्डे हैं ? @anishavarma In @appapop 💕

A post shared by mon (@imouniroy) on

આ ફિલ્મ એક ગુજરાતી બિઝનેશમેન પર આધારિત છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, મૌની રોય, સુમિત વ્યાસ, ગજરાજ રાવ અને અમાયરા દસ્તુર મુખ્ય ભૂમિકા જોવા મળશે. આ ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

⌚️ 📸 @rahuljhangiani

A post shared by mon (@imouniroy) on


અભિનેત્રી ખાસ કરીને TV શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ (2007)માં ક્રિષ્ના તુલસીનાં રોલ માટે, ‘દેવોં કા દેવ… મહાદેવ’માં સતી તથા ‘નાગિન’માં શિવન્યા/શિવાંગીનાં રોલ માટે જાણીતી થઈ છે. એ ‘ગોલ્ડ’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ચમકી હતી. એ તેની પહેલી જ ફિલ્મ હતી.

 

View this post on Instagram

 

It’s a smile, it’s a kiss , it’s a sip of wine , it’s summer time🥂 📸 @olenka_karmalita

A post shared by mon (@imouniroy) on

મૌની રોયના કામની વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ મેડ ઇન ચાઇનાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મિખિલ મશલે નિર્દેશિત આ કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળી આસપાસ રિલીઝ થશે. રાજકુમાર રાવ આ ફિલ્મમાં હીરો છે. અમાયરા દસ્તુર, પરેશ રાવલ,

 

View this post on Instagram

 

Costume, dance , hydrate , repeat !

A post shared by mon (@imouniroy) on

બોમન ઈરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડ ઇન ચાઇનામાં પ્રથમ વખત રાજકુમાર રાવ અને મૌની રોય જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks