લેખકની કલમે

વિશ્વ માતૃદિવસ સ્પેશિયલ.. વાંચો આજનો સ્પેશિયલ આર્ટીકલ..મમ્મીની યાદ આવી જશે..

આવી ગયો , મધર્સ ડે…. કેટ કેટલા ડે દરરોજ આવે છે અને જાય છે , કોઈક એને મનાવે છે અને કોઈક એને ઇગ્નોર કરે છે. હું એ બધા દિવસો ને ઇગ્નોર કરવા વાળા લિસ્ટ માંની એક છું. પણ આ એક દિવસ એવો છે જેને હું ઇગ્નોર કરવા નથી માંગતી. કારણ કે મા વિશે જ્યારે કાંઈ કરવા નો મોકો મળે ત્યારે એ મોકા ને જડપી લેવો જોઈએ.
આપણે જેટલા લોકો સાથે જન્મ થી સંબંધ છે એના કરતા મા સાથે નવ મહિના નો સંબંધ વધુ છે.

આ વાક્ય જે કોઈ મહાન વ્યક્તિ એ કહ્યું છે એને હું દંડવત પ્રણામ કરું છું.
એક મા જિંદગી ના રંગમંચ પર ઘણા રોલ નિભાવે છે. પેહલા દીકરી પછી પત્ની અને પછી મા નો.
અને એ મા ના રોલ ની અંદર પણ બીજા ઘણા પેટા રોલ જેવા કે એક શિક્ષક , એક ડોકટર, એક ફિલોસોફર , એક મિત્ર, એક સાથી અને બીજા તો એવા ઘણા.

આપણે બધા એ મા ને ભગવાન ના સ્થાન એ રાખી દીધી છે, અને એટલે આપણે એ ભૂલી ગયા કે એ પણ એક માણસ જ છે. આટલા ઊંચા સ્થાન પર રાખ્યા પછી જ્યારે એ મલ્ટી ટેલેન્ટેડ મા થી કોઈ નાની ભૂલ થાય કે એ એના કોઈ એક રોલ નિભાવા માં નિષ્ફળ જાય ત્યારે આપણે એ જ મા ને ભગવાન બરાબર આપેલ સ્થાન થી ઉતારી અને એટલું એને ગિલ્ટ ફિલ કરાવીએ કે એ મા ને જમીન પર પણ રહેવું અઘરું થઈ પડે છે.

એને એવું ક્યાં લખ્યું છે કે ભુલ કરવા નો હક બસ આપણો જ છે , મા ને ભૂલ કરવા ની મનાઈ …

આપણે ભૂલ કરીએ ત્યારે ઇચ્છીએ કે બધા આપણી ભૂલ ભૂલી ને માફ કરી દે, તો જ્યારે મા થી કોઈ ભૂલ થાય ત્યારે આપણે એ ભૂલ કેમ ભૂલી શકતા નથી?

મા વિશે તો લખીએ એટલું ઓછું, જે લખીએ એ બધું જાણીતું જ લાગે, કારણકે દુનિયા ના કેટલાય લોકો કેટ કેટલું લખી ગયા છે, તો પણ મન નથી ભરતું , બધા હજુ લખ્યા જ કરે છે, કારણકે એ મા નો પ્રેમ જ એવો છે. જે લખવા મજબુર કરે છે .

મા ના પ્રેમ વિના એના સાથ વિના એની છાંયા વિના માણસ હંમેશા અધૂરો રહે છે.
જ્યારે મને ગુસ્સો આવે કે મારા મમ્મી પાપા એ મારી માટે આ ન કર્યું કે આ વસ્તુ લઈ ન દીધી અને મમ્મી પાપા ને કાઈ બોલતા પેહલા હું મારા ઘર ની આગળ આવેલ અનાથઆશ્રમ સામે જોઈ લઉં છું.

અને એમના પ્રત્યે નો બધો ખોટો ગુસ્સો ઓગળી જાય છે, અને મારી જાત ને સ્પેશ્યલ ફિલ કરવા લાગુ છું કે મારી પાસે મારા મા બાપ એમનો અમૂલ્ય પ્રેમ છે.

“એ મારી જનની ના હૈયા માં પોઢંતા પોઢંતા એ અમે પીધો કસુંમ્બિ નો રંગ, એ માં ના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંમ્બિ નો રંગ, હો રાજ મને લાગ્યો કસુંમ્બિ નો રંગ; બહેની ના કંઠે નીતરતા હાલરડાં માં ઘોળ્યો કસુંબો નો રંગ…!❤  – મેઘાણી બાપુ.

❤🙏 વિશ્વ માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા… 🙏❤
લેખક: મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks