ખબર

યુવાન દીકરાની અર્થી પાછળ ગીત ગાતી ચાલી મા, જેને જોઈ એનું દિલ દુઃખી ગયું

કોઈપણ માતાપિતા માટે તેમના યુવાન દીકરાનું મૃત્યુ ખૂબ જ પીડાદાયક હોય છે. જે માએ પોતાનો 30 વર્ષનો યુવાન દીકરો ગુમાવ્યો હોય એના દુઃખનો અંદાજો કોઈ જ લગાવી નથી શકતું. આ અસહ્ય દુઃખને દિલમાં દબાવીને એક મા પોતાના દીકરાની અંતિમ યાત્રામાં એક અર્થપૂર્ણ ગીત ગાતી ચાલી રહી હતી. એક માના દુઃખી હૃદયથી નીકળેલા ‘ચોલા માટી કે રામ’ ગીતના શબ્દો જેના પણ કાને પડ્યા, એનું દિલ ભરાઈ આવ્યું.

આગળ-આગળ 30 વર્ષના દીકરાની અર્થી જઈ રહી હતી અને પાછળ-પાછળ દુઃખી સ્વરે આ ગીત ગાતી મા ચાલતી જઈ રહી હતી. આ ઘટના છત્તીસગઢના રાજનાંદગાંવની છે. જ્યાં પ્રસિદ્ધ રંગકર્મી અને સંગીત નાટક એકેડમી એવોર્ડથી સન્માનિત લોકગાયક દીપક વિરાટનો 30 વર્ષીય પુત્ર સૂરજ વિરાટની અંતિમયાત્રામાં તેમની મા રામનામી ગાતી ચાલી રહી હતી. જેને પણ આ જોયું અને સાંભળ્યું, એ રડી પડયા.

Image Source

પૂરી કરી રહી હતી દીકરાની અંતિમ ઈચ્છા –

દિપક વિરાટની પત્ની પૂનમ વિરાટ પણ લોક ગાયિકા છે. દીકરાની ઈચ્છા હતી કે એની અંતિમ યાત્રામાં તેનું પ્રિય ગીત ગાવામાં આવે. દીકરાને ગુમાવવાની પીડા સહન કરતા એક માએ પોતાનું કાળજું કઠણ કરીને દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે જે ગીતને એ ઘણા મંચ પર ગાઈ ચુકી હતી, એને પોતાના જ જવાન દીકરાની અર્થી પાછળ ગાયું.

આ સૂરજનું પ્રિય ગીત હતું. દીકરો આગળ કફનમાં લપેટાયો હતો અને માતાએ હિંમત દાખવી. સેંકડો સ્ટેજ પર આ ગીતને અવાજ આપનાર પૂનમે કલ્પના પણ નહીં કરી હશે કે એક દિવસ તેમના રૂંધાયેલા ગળાની આવી પરીક્ષા લેશે. જેણે પણ આ ક્ષણ જોઈ, તે બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

Image Source

હબીબ તનવીરના નવા થિયેટરએ દિપક વિરાટ અને પૂનમ વિરાટને થિયેટરનો મહાન સંસ્કાર આપ્યો હતો. વિરાટ પરિવારે લોક નાટ્યની વિદ્યાને જ પોતાનું જીવન બનાવ્યું હતું. કદાચ તેને એ પણ ખબર ન હતી કે દીકરાના અંતિમ સંસ્કાર પહેલા પોતાની સહનશક્તિને આટલી વિશાળ બનાવવી પડશે.

એવું કહેવામાં આવે છે કે સૂરજ પણ રંગકર્મ સાથે જોડાયેલો હતો. હાર્ટ એટેક આવ્યા બાદ પરિવારના સભ્યોએ તેની સારવાર માટે તેને ભીલાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પરિવારની તત્પરતા અને ડોકટરોની મહેનત પણ સૂરજનો જીવ બચાવી શકી નહીં અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પરિવારજનો પુત્રના મૃતદેહ સાથે ઘરે આવ્યા હતા અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.