ખબર

દૂધ પીવડાવ્યું, હાલરડું સંભળાવ્યું પછી એક-એક કરીને 3 માસૂમોને માએ તડપાવી-તડપાવીને મારી નાખ્યા

કળિયુગ ચાલુ થઇ ગયો છે અને એનો પુરાવો આજકાલ ઘટતી ક્રૂર ઘટનાઓ આપી રહી છે. માને મમતાની મૂરત કહેવામાં આવે છે, માતાનો પ્રેમ જેવો કોઈ પ્રેમ નથી હોતો પણ આ ઘટના તો કઈંક જુદું જ જણાવી રહી છે. અમેરિકાના ફિનિક્સમાં રહેતી એક 22 વર્ષીય માતાએ પોતાના ત્રણ માસૂમ બાળકોનો જીવ પોતાના જ હાથે લીધો.

Image Source

માએ પોતાના જ બાળકોને ગળું દબાવીને મારી નાખ્યા, બાળકો હાથ-પગ પછાડતા રહયા, પણ તેને દયા ન આવી અને એ ત્યાં સુધી બાળકોને દબાવીને રાખ્યા જ્યા સુધી આ માસૂમોનું પ્રાણ પંખેરું ઉંધી ન ગયું, શ્વાસ રોકાઈ ન ગયા. આ પછી તેને પોતાના બાળકોને સોફા પર ઊંઘાડી દીધા અને ઘરવાળાને કહ્યું કે એ સુઈ રહયા છે. પોલીસે આ મહિલાની ધરપકડ કરી લીધી છે. જો કે આ મહિલાએ આવું શા માટે કર્યું એ વાતનો ખુલાસો હજુ સુધી થયો નથી.

અમેરિકાના એરિઝોનાના ફિનિક્સની હેનરીએ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી પોતાનો ગુનો પણ કબૂલ કર્યો. તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાં આવ્યો છે. આ પછી તેને પોલીસ સામે આખો ઘટનાક્રમ જણાવ્યો, જણે જાણીને કોઈ પણ ધ્રુજી ઉઠશે. હેનરીએ પોલીસને જણાવ્યું કે એને ત્યાં સુધી બાળકોનું નાક અને મોં દબાવીને રાખ્યું જ્યા સુધી તેમનો જીવ જતો ન રહ્યો.

Image Source

તેને જણાવ્યું કે એ પોતાની દોઢ વર્ષની દીકરીનો જીવ લઇ રહી હતી એ વખતે પાસે જ ઉભેલો ત્રણ વર્ષનો દીકરો જોઈ રહ્યો હતો અને બહેનને બચાવવા માટે માને વારંવાર મુક્કાઓ મારી રહ્યો, એ પછી તેને પોતાના ત્રણ વર્ષના દીકરાને બેડ પર સુવાડીને તેનો જીવ લીધો, ત્યારે એ પોતાની જીવ બચાવવા માટે પોતના આમાંના હાથ પર નાખ મારતા રહ્યો, પણ હેનરીને જરા પણ દયા ન આવી અને તેને તેની પણ હત્યા કરી દીધી. એ સમયે તે પોતાના બાળકોને હાલરડું સંભળાવી રહી હતી.

Image Source

હેનરીએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ પોતાની માત્ર 7 મહિનાની દીકરીને પણ મોતને ઘાટ ઉતારી નાખી હતી. હેનરીએ આ બાળકીની હત્યા પહેલા તેને બોટલથી દૂધ પીવડાવ્યું અને પછી હાલરડું સંભળાવતા-સંભળાવતા તેનું પણ ગળું દબાવી દીધું. હેનરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેને બાળકોની હત્યા કર્યા બાદ ત્રણેયને લિવિંગ રૂમના સોફા પર સુવાડી દીધા. ઘરમાં હાજર અન્ય લોકોને કહી દીધું કે બાળકો સુઈ રહયા છે, પણ બાળકોમાં કોઈ હરકત ન જોતા એક વ્યક્તિએ ઇમર્જન્સી નંબર પર કોલ કરી દીધો.

Image Source

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાળકોને મૃત ઘોષિત કર્યા. આ પછી પોલીસે ઘરના લોકોની પૂછપરછ પણ કરી. જે દરમ્યાન ઘરના એક વ્યક્તિએ કહ્યું કે હેનરીનો વ્યવહાર વિચિત્ર થઇ ગયો હતો અને તેને ડ્રગ્સની આદત હતી. તે થોડા દિવસથી અજીબ હરકતો કરી રહી હતી. પોલીસ અનુસાર હત્યા પાછળનો હેતુ જાણવા નથી મળ્યો.