ગઈકાલે અમદાવાદમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો. જેમાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાંથી એક મા અને દીકરીની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો. દીકરીની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી તો માતાની લાશ બેડ નીચેથી મળી. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલાની ગંભીરતા લેતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
ત્યારે આ મામલે પોલીસે હોસ્પિટલમાં જ કામ કરતા એક મનસુખ નામના વ્યક્તિની અટકાયત પણ કરી છે. આ વ્યક્તિ મૃતકોનો પરિચિત હોવાનું પણ કહેવાય રહ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 30 વર્ષીય મૃતક દીકરી ભારતી વાળા અને તેની માતા ચંપાબેન ભારતીના કાનની સારવાર કરાવવા માટે હોસ્પિટલમા આવ્યા હતા. યુવતીના લગ્ન છ વર્ષ આગાઉ થઇ ગયા હતા અને તે હાલ તેના પિયરમાં રહેતી હતી.
તો મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક ભારતી વાળાને ડગનો ઓવરડોઝ અથવા કોઈ ઈનેજંકશન આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના અમદાવાદના મણિનગર પાસે આવેલા ભુલાભાઇ પાર્ક નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બની હતી. પોલીસે સીસીટીવી ફુટેજમાં ભારતી અને તેની માતાને હોસ્પિટલમાં જતા પણ જોયા હતા.
આ ઘટનાની વિગત તપાસીએ તો જે હોસ્પિટલમાંથી લાશ મળી આવી છે તે હોસ્પિટલ ડો. અર્પિત શાહની છે. આ હોસ્પિટલમાં 3 લોકો કામ કરે છે. ગત રોજ લાશ મળી એ પહેલા ડોક્ટર પોતાનું કામ પતાવીને નીકળી ગયા હતા. જેના બાદ હોસ્પિટલનો સ્ટાફ જે જગ્યાએ ગેસનો બોટલ મુક્યો હતો તે કબાટ ખોલવા જતા તેમાં બોટલની જગ્યાએ ભારતીની લાશ જોતા ડોક્ટરને જાણ કરી હતી અને પછી પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યા હતો.
તો આ મામલામાં મૃતકના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તેમની બહેન અને માતા એલજી હોસ્પિટલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તે બંને અહીંયા કેવી રીતે પહોંચ્યા તેની ખબર નથી પડી રહી. ત્યારે તેમના સગા લક્ષ્મણ અને મનસુખ પર તેમને શંકા છે. ડોક્ટર હોસ્પિટલમાંથી નીકળી ગયા પછી 1 કલાક સુધી સીસીટીવી પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે એકદમ ચોંકાવી દે તેવો ખુલાસો થયો છે કે કમ્પાઉન્ડર આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક સ્ત્રીનું સોનુ ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે.