અજબગજબ

આ 5 વ્યક્તિઓના નામે છે અજીબો ગરીબ વર્લ્ડ રેકોર્ડ, જેમાં બે છે ભારતીય અને એક તો છે ગુજરાતની શાન

ઘણા લોકો  દુનિયાથી કંઈક હટકે કરવા માંગતા હોય છે, અને જેના કારણે તેમના આ કામની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય છે, કારણ કે તેમને એવું કામ કર્યું હોય છે જેવું દુનિયામાં બીજું કોઈ નથી કરી શકતું, આજે અમે તમને એવા 5 વર્લ્ડ રેકોર્ડ જણાવીશું જે જોઈને જ તમે પણ વિચારમાં પડી જશો.

Image Source

1. આ છોકરીના છે દુનિયાના સૌથી લાંબા વાળ:
ગુજરાતના મોડાસામાં રહેવા વાળી 17 વર્ષની નીલાંશી પટેલનું નામ પણ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે, તેને દુનિયાભરમાં સૌથી લાંબા વાળ વાળી છોકરીના રૂપમાં ઓળખવામાં આવે છે. તેના વાળની લંબાઈ 6 ફૂટ કરતા પણ વધારે છે.

Image Source

2. આ યુવતીના પગ છે સૌથી લાંબા:
રૂસમાં રહેવા વળી એકેટેરીના લિસીના પણ પોતાના લાંબા પગના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ નોંધાવી ચુકી છે. તેના ડાબો પગ 132.8 સે.મી. લાંબો છે તો તેનો જમણો પગ 132.2 સેમી લાંબો છે.

Image Source

3. આ છે દુનિયાની સૌથી મોટી ડુંગળી:
તમે જીવનમાં પણ આટલી મોટી ડુંગળી ક્યારેય નહીં જોઈ હોય. તમે બજારની અંદર જો એક કિલો ડુંગળી લેશો તો તેમાં 5-6 મોટી મોટી ડુંગળી આવી જશે, પરંતુ આ ડુંગળીનું વજન 8 કિલોથી પણ વધારે છે. આ વિશાળકાય ડુંગળીને ઇંગ્લેન્ડના પીટર ગ્લેજબ્રુકે પોતાના ખેતરની અંદર ઉગાવી છે. આ અનોખા કામના કારણે પીટરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

Image Source

4. આ મહિલાના છે દુનિયાના સૌથી લાંબા નખ:
તમે ઘણા લોકોને નખ વધારવાનો શોખ જોયો હશે, પરંતુ અમેરિકામાં રહેવા વળી ક્રિસ વોલ્ટનના નખ જોઈને તમે પણ હેરાન રહી જશો. તે એક સિંગર છે. તેનું નામ વર્ષ 2012માં ગિનિસ બુકમાં નોંધાયું હતું. તેના ડાબા હાથના નખ 10 ફૂટ 2 ઇંચ, જયારે જમણા હાથના નખ 9 ફૂટ 7 ઇંચ લાંબા છે. તેના આ નખ જોઈને તો કોઈપણ ડરી જાય.

Image Source

5. આ ભાઈની મૂછો છે દુનિયામાં સૌથી લાંબી:
રાસ્થાનના રામ સિંહની મૂછો દુનિયામાં સૌથી લાંબી મૂછો છે, તેમની મુછોનું લંબાઈ 14 ફૂટ છે.  તેમને છેલ્લા 39 વર્ષથી પોતાની મૂછો કાપી નથી, જેના કારણે તેમનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.