અદ્દભુત-અજબગજબ ફિલ્મી દુનિયા

ભારતના 3 સૌથી ‘મોંઘા’ લગ્નો, નંબર 1ના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચવામાં આવ્યા હતા

દરેક લોકો તેમના લગ્ન દિવસની રાહ જોતા હોય છે. કોઈ પણ પુરુષના જીવનમાં લગ્નનું ખૂબ મહત્વનું સ્થાન હોય છે. દરેક વ્યક્તિ આ ક્ષણને કાયમ માટે યાદગાર બનાવવા માટે તમામ પ્રયત્નો કરવા માંગે છે. જોકે દરેક લગ્નમાં ખર્ચ થાય છે,

Image Source

સામાન્ય માણસની મર્યાદા હોય છે. તે મર્યાદિત ભંડોળનો ઉપયોગ કરે છે કારણ કે તેમાં પૂર્વ-નિર્ધારિત બજેટમાં જ લગ્ન કરવાના હોય છે, પરંતુ જો આપણે હસ્તીઓ અને ઉદ્યોગપતિઓના લગ્નની વાત કરીએ, તો પૈસા પાણીની જેમ વાપરી નાખે  છે. તેમની પાસે પૈસાની કમી નથી અને મોટા લોકો લગ્નમાં પાણીની જેમ પૈસાનો ઉપયોગ કરે છે. આજે આપણે આવા જ કેટલાક લગ્ન વિશે વાત કરીશું જે ખૂબ શાહી હોવાને કારણે ચર્ચામાં હતા. ચાલો આપણે જાણીએ કે તે કયા લગ્ન છે.

Image source

1. સહારા ઈન્ડિયા ગ્રુપના માલિક સુબ્રતો રોય બે પુત્રો પુત્રો છે, જેના નામ સિમેન્ડો રોય અને સુશાંતો રોય. બંનેએ એક જ મંડપમાં સાથે લગ્ન કર્યા હતા. લખનૌમાં આ લગ્ન યોજાયા હતા અને આ અત્યાર સુધીનું સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે. આ ભવ્ય લગ્ન વર્ષ 2004માં થયાં હતાં અને આ લગ્નમાં પાછળ લગભગ 552 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

Image source

2. મલ્લિકા અને સિદ્ધાર્થ રેડ્ડીએ જૂન 2011માં લગ્ન કર્યા હતા. મલ્લિકા રેડ્ડી જીવીકે ગ્રુપના માલિક ક્રિષ્ના રેડ્ડીની પૌત્રી છે, જ્યારે સિદ્ધાર્થ રેડ્ડી ઈન્દુ ગ્રૂપના માલિક ઈંદૂરી શ્યામ પ્રસાદ રેડ્ડીનો પુત્ર છે. આ ભવ્ય લગ્નમાં 5000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યા હતા.. આ લગ્નમાં ભારતના તમામ ઉદ્યોગપતિઓ અને મોટા નામો સામેલ થયા હતા. લગ્ન હૈદરાબાદમાં થયાં અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્નમાં લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Image source

3. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્ન વર્ષ 2009 માં થયા હતા. આપણે બધા જાણીએ છીએ કે રાજ કુંદ્રા એક સફળ અને શ્રીમંત ઉદ્યોગપતિ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2004 માં, રાજ કુંદ્રાને બ્રિટનના 198 સૌથી ધનિક લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ લંડનના ભારતીય મૂળના પ્રમુખ ઉદ્યોગપતિ છે. તેના લગ્ન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. શણગાર ઉપરાંત, મોટાભાગે ખર્ચો શિલ્પાના હીરા અને નીલમથી બનેલા આભૂષણો પાછળ કરવામાં આવ્યો હતો. સમાચારો અનુસાર, શિલ્પાની સગાઈની વીંટીની કિંમત 5 કરોડ રૂપિયા છે. તેમના લગ્ન ખૂબ જ ભવ્ય હતા. તેમના લગ્ન પાછળ લગભગ 50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.