અજબગજબ જાણવા જેવું

આ છે દુનિયાની સૌથી મોંઘી જેલ, જ્યાં એક કેદીનો વાર્ષિક ખર્ચ છે 94 કરોડ રૂપિયા, વાંચો શું છે ખાસિયત આ જેલની

મોટાભાગે જેલનું નામ આવતા આપણા દિમાગમાંમાં સળિયા વાળી એક ઓરડી ઉભરી આવે, અને જેલ એટલે કે એવી જગ્યા જ્યાં કોઈને પણ જવાની ઈચ્છા ના થાય, ના રહેવાનું કે ના ખાવનું પણ ત્યાં ગમે, અને એટલે જ જેલમાં જવાનું કોઈને મન નથી થતું, પરંતુ આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં એક કેદીને રાખવા માટેનો વાર્ષિક ખર્ચ જ 94 કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ કેમ આવે છે આટલો ખર્ચ અને કેવા કેદીઓ રહે છે આ જેલમાં?

Image Source

દુનિયાની સૌથી મોંઘી જેલનું નામ રાખવામાં આવ્યું છે “ગ્વાતાનમો બે જેલ”, કેદીઓ ઉપર અત્યાચાર માટે પ્રખ્યાત રહેલી ક્યુબાની જેલ “ગ્વાતાનમો કી ખાડી”માં આવેલી છે. જેના લીધે જેલનું નામ “ગ્વાતાનમો બે જેલ” રાખવામાં આવ્યું છે.

અમરિકાના એલ સમાચારપત્ર “ન્યુયોર્ક ટાઈમ્સ”ના એક રિપોર્ટ પ્રમાણે આ જેલની અંદર હાલમાં 40 કેદીઓ છે અને દરેક કેડીનો વાર્ષિક ખર્ચ 94 કરોડ રૂપિયા જેલો છે. તમને જાણીને કદાચ નવાઈ પણ લાગશે કે આ જેલની અંદર 1800 સૈનિકો ડ્યુટી પાર રહે છે. જેમાં એક કેદી દીઠ 45 સૈનિકો રાખવામાં આવે છે જયારે આ સૈનિકો ઉપર થવા વાળો વાર્ષિક ખર્ચ 450 મિલિયન ડોલર એટલે કે 3900 કરોડ રૂપિયા છે.

Image Source

મનમાં એમ પણ પ્રશ્ન થાય કે એવું તો શું હશે આ જેલમાં કે એક કેડી ઉપર આટલો મોટો ખર્ચ આવતો હશે અને આટલા સૈનિકો એમની સુરક્ષા માટે હશે? તો તમને જણાવી દઈએ કે દુનિયાની આ સૌથી મોંઘી જેલની અંદર એ અપરાધીઓને રાખવામાં આવે છે, જે સૌથી ખતરનાક હોય છે.

Image Source

આ જેલની અંદર કુલ 3 મકાનો, 2 ખાનગી મુખ્યાલય અને 3 હોસ્પિટલ આવેલા છે. આ ઉપરાંત અહીંયા વકીલો માટે એક અલગ કમ્પાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે કેદી પોત-પોતાના વકીલ સાથે અલગથી વાત કરી શકે, આ જેલની અંદર કેદીઓ માટે ચર્ચ, સિનેમા હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓ માટે આ જેલમાં ખાસ જમવાથી લઈને જિમ અને પ્લે સ્ટેશનની પણ સુવિધા પુરી પાડવામાં આવી છે.

Image Source

અમેરિકામાં થયેલા 9/11ના હુમલાના માસ્ટર માઈન્ડ ખાલિદ શેખ મહંમદ પણ આજ જેલની અંદર બંધ છે. ક્યુબાના દક્ષિણી-પૂર્વી તટ ઉપર અમેરિકાએ 1898માં “ગ્વાતાનમો બે” નેવી સ્ટેશન બનાવ્યું હતું, પરંતુ પછીથી તેને ડિટેનશન સેન્ટર બનાવી દેવામાં આવ્યું, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ દ્વારા અહીંયા એક કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું, જ્યાં આંતકવાદીઓને રાખવામાં આવે છે. આને કેમ્પ એક્સ-રે નામ આપવામાં આવ્યું હતું.

Image Source

આજ જેલના કેપ્ટન અને વકીલ બ્રાયન એલ માઇઝરના કહ્યા અનુસાર આ જેલની અંદર અલગ*અલગ સમય ઉપર લગભગ 770 પુરુષ(યુદ્ધબંધી) રહી ચુક્યા છે. વર્ષ 2003માં અહીંયા કેદીઓની સંખ્યા 677 સુધી પહોંચી ગઈ હતી, જયારે વર્ષ 2011માં અહીંયા છેલ્લોવાર કોઈ કેદીને લાવવામાં આવ્યો હતો.

Image Source

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન આ જેલમાંથી 540 કેદીઓને છોડી મુકવામાં આવ્યા હતા જયારે ઓબામાના શાસન દરમિયાન 200 કેદીઓને છોડી મુકવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.