આ 4 મહિલા ક્રિકેટરોની સુંદરતા જોઈને તો અભિનેત્રીઓ પણ તેમના આગળ પાણી ભરતી દેખાશે… જુઓ તેમની સુંદરતાની તસવીરો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ 4 ખેલાડીઓ ગજબની સુંદર છે. તસવીરો આગળથી લોકોની નજર પણ નથી હટતી… જુઓ

બોલોવુડનીઓ અભિનેત્રીઓ અને મોડલની સુંદરતાનો તો લોકો દીવાના છે. તેમના સોશિયલ મીડિયામાં પણ તેમને ઘણા બધા લોકો ફોલો કરે છે અને તેમની સુંદર તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે. પરંતુ આજે અમે તમને ભારતીય ક્રિકેટ ટીમની એવી જ 4 મહિલા ક્રિકેટરો વિશે જણાવીશું. જેમની સુંદરતા આગળ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગશે.

1. સ્મૃતિ મંધાના:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના ખૂબ જ સુંદર છે. ઘણા લોકો સ્મૃતિ મંધાનાને નેશનલ ક્રશ પણ કહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરતી રહે છે, જેના પર લોકો ઉગ્ર કમેન્ટ પણ કરે છે. આ સાબિત કરે છે કે સ્મૃતિ મંધાના માત્ર રમતગમતના ક્ષેત્રમાં જ તેના ચાહકોનું દિલ જીતી નથી લેતી પરંતુ રમતગમતના ક્ષેત્રની બહાર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે.

2. તાનિયા ભાટિયા:
વિકેટકીપર તાનિયા ભાટિયાએ પોતાની વિકેટ કીપિંગમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે તાન્યાએ ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. નાનપણમાં તાનિયાને રમતી જોઈને તેના પિતા તાનિયાને ક્રિકેટ એકેડમીમાં લઈ ગયા હતા, પરંતુ શરૂઆતમાં તાનિયાની માતા અને સંબંધીઓ આ વાતથી ખુશ ન હતા, પરંતુ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ક્રિકેટ એકેડમીથી થઈ હતી.

3. હરમનપ્રીત કૌર:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટર હરમનપ્રીત કૌર ખૂબ જ સુંદર છે અને તે કોઈ મોડલથી ઓછી દેખાતી નથી. હરમનપ્રીત જ્યારે નાની હતી ત્યારે તેને ક્રિકેટમાં વધુ અને અભ્યાસમાં ઓછો રસ હતો, તેથી તેના માતા-પિતા તેને નાના બાળક તરીકે ક્રિકેટ રમવા કરતાં વધુ ભણવાનું કહેતા હતા. અન્ય માતા-પિતાની જેમ તેઓએ પણ તેને ક્રિકેટ રમવા માટે મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં તેણે તેનું સપનું પૂરું કર્યું.

4. હરલીન દેઓલ:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી હરલીન દેઓલે પણ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તે ખૂબ જ સુંદર લાગે છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલના વખાણ કરતા રહે છે. આ બધા સિવાય પણ ઘણી સુંદર ભારતીય મહિલા ક્રિકેટર છે જેમના લોકો તેમના દિવાના છે.

Niraj Patel