MLA પ્રીમિયર લીગમાં ચોગ્ગા છગ્ગા વરસાવતા જોવા મળ્યા રીવાબા જાડેજા, ફિલ્ડિંગમાં પણ પતિ રવિન્દ્ર જાડેજા જેવો જ જોવા મળ્યો જુસ્સો… જુઓ વીડિયો
આવતીકાલથી દુનિયાભરમાં ક્રિકેટનો માહોલ જામવાનો છે કારણ કે ક્રિકેટ રસિયાઓ માટે વિશ્વની સૌથી મોટી લીગ IPLની શરૂઆત આવતી કાલથી થવાની છે. આઇપીએલને લઈને લોકોમાં પણ ખુબ જ રોમાંચ જોવા મળી રહ્યો છે. જેની પહેલી જ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે યોજાવાની છે.
તો બીજી તરફ ગુજરાતમાં પણ MLA પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ MLA પણ ક્રિકેટના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23’ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનાવવામાં આવેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ પોતાના શાનદાર બેટિંગથી રંગ રાખ્યો હતો. જેની એક ઝલક તેમના એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં રીવાબા જાડેજા બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોને રીવાબાએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયોની સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે, “MLA PREMIER LEAGUE – 2023, ક્રિકેટની અમુક યાદગાર ક્ષણો !” ત્યારે તેમના દ્વારા આ વીડિયોને હવે ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેમની બીટિંગની પણ પ્રસંશા કરી રહ્યા છે.
વીડિયોમાં રીવાબા જાડેજા ચોગ્ગા છગ્ગા વરસાવતા જોવા મળી રહ્યા છે અને પોતાની શાનદાર બેટિંગ ઝલક પણ બતાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ફિલ્ડિંગમાં પણ દમખમ બતાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયોને જોઈને ચાહકો રીવાબાને “મેડમ જાડેજા” પણ કહી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આઇપીએલમાં રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપરકિંગ્સનો ભાગ છે અને આવતી કાલે તે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે ગયા વર્ષે આઇપીએલની ટ્રોફી પોતાની ડેબ્યુ સીઝનમાં જ હાંસલ કરી હતી. ત્યારે આઇપીએલના આ પહેલા મુકાબલા પર પણ લોકોની નજર મંડાયેલી છે.