ધોનીએ પોતાની સાદગીથી ફરીવાર ચાહકોને કર્યા કાયલ, સ્ટેડિયમમાં પોતાના હાથે રંગી ખુરશીઓ, વીડિયો થયો વાયરલ… જુઓ

IPLની મેચ પહેલા માહી બન્યો પેઈન્ટર, હાથમાં સ્પ્રે લઈને દર્શકોના બેસવાની ખુરશીઓ રંગતો જોવા મળ્યો, વીડિયો જોઈને ચાહકો પણ સાદગીના થયા દીવાના… જુઓ તમે પણ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. ધોની આજે ભલે ટિમ ઇન્ડિયાનો ભાગ નથી પરંતુ આઇપીએલમાં તેને રમતો જોઈને ચાહકો આજે પણ ખુશ ખુશાલ થતા હોય છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની તેની રમત ઉપરાંત તેના સાદગી ભર્યા જીવનને લઈને પણ સતત ચર્ચામાં આવતો હોય છે.

ઘણીવાર મહેન્દ્ર સિંહ ધોનીના એવા એવા વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે. હાલમાં જ ધોનીનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોની અંદર મહેન્દ્ર સિંહ ધોની પોતાના હાથથી સ્ટેડિયમમાં દર્શકો માટે બેસવામાં આવેલી ખુરશીઓને રંગતો જોવા મળી રહ્યો છે.

ધોની હાલમાં ચેન્નાઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. CSK ટીમે ચેપોકના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેનો પ્રી-કેમ્પ સેટ કર્યો છે જ્યાં તમામ ખેલાડીઓ IPL 2023 માટે પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સ્ટેડિયમની અંદર નવા અવતારમાં જોવા મળ્યો હતો. માહીને નવા અવતારમાં જોઈને ચાહકો દંગ રહી ગયા છે

ચેન્નાઈ સુપરકિંગ્સે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની સ્ટેડિયમની અંદર ખુરશીઓને પીળા રંગમાં પેઈન્ટ કરતો જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધોનીના હાથમાં સ્પ્રે પેઇન્ટ છે અને તે ખૂબ જ ઉત્સાહથી ખુરશીઓ પર પેઇન્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

માહી બાલ્કનીમાં ઉભેલા કેટલાક લોકોને પોતાનું નવું કામ બતાવતો પણ જોવા મળે છે. આ દરમિયાન તેને એમ કહેતા સાંભળી શકાય છે કે તે કામ કરી રહ્યો છે. ત્યારે આ વીડિયોએ હવે લાહો ચાહકોના દિલ જીતી લીધા છે અને ધોનીની સાદગીની પણ પ્રસંશા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આઇપીએલની પહેલી મૅચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં 31 માર્ચના રોજ યોજાશે.

Niraj Patel