ઉમરાહ પર ફોટોશૂટ માટે ટ્રોલ કરનાર લોકોને હિના ખાને આપ્યો મુંહતોડ જવાબ, કહ્યું કે ‘હું કોઇ સંત નથી, ઉપર જઇ બધાને….’

ભયંકર ટ્રોલિંગ બાદ હિના ખાને હેટર્સને આપ્યો કરારો જવાબ- હું કોઇ સંત નથી, તમારે બધાને….

ટીવીથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી હિના ખાન હાલમાં જ મક્કા ઉમરાહ પહોંચી હતી. આ સફરની તસવીરો અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી હતી. જ્યાં ઘણા ચાહકો તેના આ ફોટાને ખૂબ પસંદ કરતા જોવા મળ્યા, તો ઘણા હિનાને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા. ત્યાં હવે અભિનેત્રીએ એક લેટેસ્ટ પોસ્ટ શેર કરીને નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. હિના ખાને હિજાબ પહેરેલી ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેની સાથે તેણે એક લાંબી નોટ લખી છે.

હિનાએ લખ્યું- ‘હું વિશ્વાસ નથી કરી શકતી કે આવું થઈ રહ્યું છે.. ઠીક છે, તમને જણાવી દઉં કે જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે મેં દોઢ દિવસમાં ત્રણ ઉમરાહ કરવાનો નિર્ણય કર્યો. જે વ્યવહારિક અને શારીરિક રૂપથી સંભવ નહોતુ, મેં ખોટું અનુમાન લગાવ્યું, ખોટી ગણના કરી, હું પણ રમઝાનના પવિત્ર મહિનામાં ઉમરાહ કરવા માટે મને પહેલા મદીના અને પછી મક્કા કરવાનો અહેસાસ નહોતો. મેં બિલકુલ ઊલટું કર્યું (જો કે કોઈ ફરિયાદ નથી) મેં ખરેખર મારા સમય અને રોઝાનો આનંદ માણ્યો મદીના શરીફમાં..

પણ ઊંડે સુધી હું સંતુષ્ટ ન હતી, અને થોડી દુઃખી હતી કે મારી એક ઉમરાહ બાકી રહી ગઇ. હિનાએ આગળ લખ્યું, ‘હું વાસ્તવમાં રમઝાનમાં ઉમરાહ કરવા માંગતી હતી, ખાસ કરીને જ્યારે તમે મક્કા શરીફની ખૂબ નજીક છો…પરંતુ મેં નક્કી કર્યું કે તે ભગવાનની ઇચ્છા છે અને હું તેને આગલી વખતે હાંસલ કરીશ..આવતા વર્ષે રમઝાન મહિનામાં ઉમરાહ માટે આવીશ. ફરીથી મારી ઘર વાપસીની ઉડાન મદીનાથી હતી અને હું માતાને આગળની યાત્રા માટે ફઓર્સ નહોતી કરી શકતી કારણ કે તે વ્હીલચેરથી બંધાયેલી હતી. મનેઆ વાતની ઈચ્છા નહોતી.

ભગવાન પાસે કંઈ સારું હતું. ભગવાને ફરિશઅતો મોકલ્યો અને અમે રમઝાનમાં ઉમરાહ કરવા માટે થોડા કલાકો માટે મક્કા પાછા જવાનું નક્કી કર્યું. હવે હું તેને ભગવાનનો બોલાવો ન કહું તો શું કહુ.’ હિના ખાને આગળ લખ્યું, ‘અને તે બધા લોકો અને લાઇટથી લઇને સેંટર સુધી જેઓ મારી ધાર્મિક પોસ્ટ માટે મને જજ કરી રહ્યા છે. હું એટલું જ કહી શકું છું કે હું કોઈ સંત નથી, પરંતુ હું ખરેખર નિયત, દયા અને સારા કર્મ, સારા કાર્યોમાં વિશ્વાસ રાખું છું. બાકી તમારા બધાએ ઉપર જઇને તમારા કર્મોનો જવાબ આપવો પડશે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હિના ખાન તેના પરિવાર સાથે ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગઈ હતી. તે સતત તેની આઉટિંગની તસવીરો અને રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી હતી. આ દરમિયાન તેણે એક મસ્જિદની આસપાસની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે અલગ-અલગ રીતે પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરોને કેપ્શન આપતા હિના ખાને લખ્યું, ‘ઇબાદત કા રૂખ મક્કા હૈ, મોહબ્બત કા રૂખ મદીના હૈ’. જો કે સોશિયલ મીડિયા પર લોકોને તેની સ્ટાઈલ પસંદ ન આવી અને તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું.

Shah Jina