એક શોમાં વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો, 2-3 પેગ પછી તો પાર્ટીમાં આખી રાત કરતો હતો આ કામ અને હવે… જુઓ શું કહ્યું ?
વિરાટ કોહલી આજે ભારતમાં જ નહિ દુનિયાભરનું એક જાણીતું નામ બની ગયો છે. આખી દુનિયામાં લોકો તેના દીવાના છે. ક્રિકેટના મેદાન પર તેની રમત ઉપરાંત તેના અંગત જીવન વિશે પણ લોકો સતત જાણવા માંગતા હોય છે. ત્યારે હાલમાં જ એક શોની અંદર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ તેમના અંગત જીવને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીને આજે લાખો યુવાનો પોતાના આદર્શ માને છે. વિરાટ ફિટનેસ ફિક્ર પણ છે અને તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખતો પણ જોવા મળે છે. ત્યારે હાલમાં જ વિરાટે જે ખુલાસો કર્યો છે તે સાંભળીને તેના ચાહકો ઉપરાંત પત્ની અનુષ્કા પણ હેરાન રહી ગઈ હતી.
વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ગત શુક્રવારે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે સવાલ-જવાબના રાઉન્ડમાં સ્વીકાર્યું કે તે મોડી રાતની પાર્ટીઓમાં ખૂબ જતો હતો પરંતુ હવે તે એટલો સોશિયલ નથી રહ્યો. આ એવોર્ડ સેરેમની સિવાય વિરાટ અને અનુષ્કાને કેટલાક સવાલ-જવાબ પણ પૂછવામાં આવ્યા હતા, જેનો તેમને સાચો જવાબ આપવાનો હતો.
આવો જ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે બેમાંથી કોણ ડાન્સ ફ્લોર પર પ્રભુત્વ ધરાવે છે. આના પર અનુષ્કા વિરાટ તરફ ઈશારો કરે છે અને વિરાટ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને પૂછે છે કે હું…. હું…. આના પર અનુષ્કા કહે છે કે હા, ફક્ત તમે જ ડાન્સ ફ્લોર પર મજા કરો છો. આ પછી વિરાટ પોતાની જૂની યાદો શેર કરે છે.
વિરાટ જણાવે છે કે ‘હું અત્યારે પીતો નથી, પરંતુ પહેલા પાર્ટીમાં એન્ટર થયા પછી બે ડ્રિંક્સ મળતાં તો હું આખી રાત ડાન્સ કરતો હતો. એક સમય એવો હતો જ્યારે લોકો મારું ત્યાં હોવું પસંદ નહોતા કરતા પણ મને કોઈ વાતની પરવા નહોતી. પરંતુ આ 2-3 ડ્રિન્ક બાદ થતું હતું અને હવે આવું બિલકુલ નથી થતું.
આ દરમિયાન અનુષ્કાએ પણ સ્પષ્ટ કહ્યું કે વિરાટને ગાવાનો અને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. આ સિવાય તેણે કહ્યું કે વિરાટની યાદશક્તિ પણ ઘણી સારી છે અને જ્યારે તેણે વિરાટને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી કે તેની યાદશક્તિ ખૂબ જ શાર્પ છે. તેણે કહ્યું કે મને લાગ્યું કે તેની આ સારી આદત મને ભવિષ્યમાં ઘણી મદદ કરશે.