ભારતીય મૂળના આ વિદેશી ક્રિકેટરની પત્ની દેશી સ્ટાઇલમાં વરસાવે છે હુસ્નનો કહેર, તસવીરો જોતા જ ખૂબસુરતીના થઇ જશો દીવાના

માંના બર્થ ડે પર ગર્લફ્રેન્ડને નચાવી, પછી સંબંધ થયો પાક્કો, ફિલ્મી છે સાઉથ અફ્રીકી ભારતવંશી ક્રિકેટરની લવ સ્ટોરી

ભારતીય મૂળના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા દેશો માટે રમતા જોવા મળે છે. જેમાં કેશવ મહારાજનું નામ પણ છે. દક્ષિણ આફ્રિકાના અનુભવી ઑફ-સ્પિનર ​​કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ સભ્ય છે. આ લેફ્ટ હેન્ડ સ્પિનરના મૂળ ભારત સાથે જોડાયેલા છે.

મહારાજનો પરિવાર ઘણા સમય પહેલા દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. ​​મહારાજે રાષ્ટ્રીય ટીમનું સુકાન પણ સંભાળ્યું છે. 33 વર્ષના કેશવ મહારાજની લવસ્ટોરી કોઇ ફિલ્મથી ઓછી નથી. તેની ગર્લફ્રેન્ડ જે કથક ડાન્સર છે તેની સાથે લગ્ન કરવા માટે તેને ઘણા પાપડ વણવા પડ્યા હતા. કેશવ મહારાજે એપ્રિલ 2022માં કથક ડાંસર લેરીશા મુનસામી સાથે લગ્ન કર્યા હતા.

આ માટે તેણે પરિવારને મનાવવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કેશવ અને લેરીશા પ્રથમ વખત કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ધીમે ધીમે બંને મિત્રો બન્યા અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની ખબર પણ ના પડી. કેશવ મહારાજે લેરીશાને પરિવાર સાથે પરિચય કરાવવા માટે શુભ દિવસ તરીકે માતાનો જન્મદિવસ પસંદ કર્યો.

મહારાજે તેની માતાના 50માં જન્મદિવસ પર ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. તે પાર્ટીમાં લેરીશાએ તેના કથક ડાન્સથી મહારાજની માતાનું દિલ જીતી લીધું હતું. પછી મહારાજે તેની માતાને લેરીશા વિશે કહ્યું, જેના પછી તે ના પાડી શકી નહીં. કેશવ મહારાજ અને લેરીશાની સગાઈ વર્ષ 2019માં થઈ હતી.

આ પછી કોરાનાને કારણે બંનેને લગ્ન માટે લગભગ 3 વર્ષ રાહ જોવી પડી. બંનેએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે. કેશવ મહારાજની પત્ની લેરીશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો તેમજ ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. લેરીશા પણ ભારતીય મૂળની છે અને તે કથકને કારણે દક્ષિણ આફ્રિકામાં ખૂબ પ્રખ્યાત છે.

કેશવ મહારાજની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે ટેસ્ટ ક્રિકેટમાં વધુ સફળ રહ્યા છે. મહારાજે 48 ટેસ્ટ મેચમાં 155 વિકેટ લીધી છે જ્યારે 27 વનડેમાં 29 વિકેટ ઝડપી છે. 25 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મહારાજે 22 શિકાર કર્યા છે. લેરીશાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળે છે કે તે પ્રાણીપ્રેમી પણ છે.

કેશવ મહારાજના પૂર્વજો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના સુલતાનપુરના હતા. કેશવના પિતા આત્માનંદ મહારાજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે તેમના પૂર્વજો 1874ની આસપાસ સુલતાનપુરથી ડરબન આવ્યા હતા. એ જમાનામાં ભારતીય લોકો સુખી જીવન જીવવા માટે કામની શોધમાં દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જતા હતા.

Shah Jina