હેલ્થ

સવારે ચાની જગ્યાએ આ પીણાને કરી લો પોતાના ડાયેટમાં સામેલ, વજન ઘટાડવા સાથે બીજા પણ મળશે ઘણા ફાયદા

ફક્ત આટલું કરો વજન ઘટાડવા સાથે બીજા પણ મળશે ઘણા ફાયદા

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા સાથે થતી હોય છે. ચા આપણને સ્ફૂર્તિમાં વધારો પણ કરે છે. પરંતુ તમે ચાની જગ્યાએ તમારા ડાયટને બદલીને વજન વધારા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કારણ કે આજે મોટાભાગના લોકો વજન વધારાની સમસ્યાથી હેરાન થતા હોય છે. તો આજે અમે તમને એવા નુસ્ખાઓ જણાવીશું જેના દ્વારા તમે વજન ઘટાવી શકશો.

Image Source

1. ગ્રીન ટી:
ગ્રીન ટી આજે ખુબ જ પીવામાં આવે છે. કારણ કે તેનાથી વજન ઘટાડી શકાય છે. ગ્રીન ટીની અંદર એપીગેલોકૈટેચિન ગેલેટ નામનું એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફેટને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

Image Source

2. કોફી:
કોફી દુનિયાભરના લોકપ્રિય પીણાઓમાંની એક છે. આળસુ લોકો દિવસમાં એક કપ ગરમ કોફી પીને પોતાના ઉર્જા સ્તરમાં વધારો કરી શકે છે અને તમારો મૂડ પણ સારો થઇ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ રેગ્યુલર આપણે દૂધ ખાંડ વાળી કોફી પિતા હોઈએ એ નહીં. બ્લેક કોફી તમારું વજન ઘટાડી શકે છે.

Image Source

3. એપલ સાઈડ વિનેગર:
એપલ સાઈડ વિનેગરમાં એસિટિક એસિડ નામનું એક મહત્વપૂર્ણ ફેટ બર્ન કરવા વાળું યૌગિક છે. આ યૌગિક ઈંસુલિનના સ્તર પર કામ કરે છે. મેટાબોલિજ્મમાં સુધારો કરે છે. ભૂખને દબાવે છે અને ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. એપલ સાઈડ વિનેગર તમને ઓવર ડાયટિંગથી પણ બચાવે છે.

Image Source

4. નારિયેળ પાણી:
ઠંડુ નારિયેળનું પાણી પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તે કૈલોરીમાં ઓછું છે અને તેને નિયમિત રૂપે પીવાથી કૈલોરીને ઓછી કરવામાં ખુબ જ મદદ મળે છે. નારિયેળ પાણીમાં જૈવ-સક્રિય એન્જાઈમ હોય છે જે પાચનની સાથે સાથે અપચામાં પણ સહાયતા કરે છે.

Image Source

5. લીંબુ પાણી:
લીંબુનું પાણી તમારા મેટાબોલિજ્મ વધારવાના ગુણો માટે પણ ઓળખવામાં આવે છે. જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં સહાયતા કરે છે. પોતાના પાણીની અંદર લીંબુના રસના કેટલાક ટીપા નાખવાથી શરીરમાં મેટાબોલિજ્મ વધારવામાં મદદ મળે છે અને વજન ઘટાડમાં પણ મદદ મળી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.