જ્યોતિષ શાસ્ત્ર

સપ્ટેમ્બર-2021 રાશિફળ: આ 9 રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો રહેવાનો છે ખુબ જ ખાસ, આ મહિને મળશે આર્થિક રાહત

1. મેષ – અ, લ ,ઈ (Aries): મહિનાના શરૂઆતના દિવસોમાં તણાવ રહેશે. ધીમે-ધીમે તેમાં ઘટાડો પણ આવશે. મહિનાની શરૂઆતમા ખરાબ સ્થિતિઓ ધીમે-ધીમે દૂર થઇ શકે છે. આ મહિને તમારે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો પડશે. જોબ અને બિઝનેસમાં ધીમે-ધીમે સ્થિતિમાં સુધાર આવી શકે છે. તણાવ ઓછો થશે અને ફાયદાકારક નવી યોજનાઓ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): મહિનાની શરૂઆત સારી રહેશે. પહેલાં જ સપ્તાહમાં નવું કામ, નવી જવાબદારીઓ મળી શકે છે. કામકાજ અને મહેનતનો ફાયદો મળી શકે છે. તમારા શોખ પૂર્ણ થશે. દાંપત્ય જીવન સારું રહેશે. લાઇફ પાર્ટનર પાસેથી મદદ મળશે. મહિનાની વચ્ચે આવકમાં ઘટાડો આવી શકે છે. જૂની મુશ્કેલીઓ ઉકેલાઇ જશે. તમારી મહેનતમાં ઘટાડો થઇ શકે છે. મહેનતનો ફાયદો આવનાર દિવસોમાં મળી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ મહિને રોકાણ અને લેવડ-દેવડમાં ફાયદો મળી શકે છે. પારિવારિક જીવનમાં થોડો તણાવ થઇ શકે છે. ગાડી સાવધાનીથી ચલાવવી પડશે. મહિનાની વચ્ચે બિઝનેસ અને નોકરીમાં સ્થિતિ સુધરશે. સાથે કામ કરતાં લોકો પાસેથી પણ મદદ મળી શકે છે. તમને એવી જગ્યાએથી મદદ મળી શકે છે, જ્યાંથી તમને આશા પણ હશે નહીં. આ મહિને કામકાજમાં બેદરકારી ન કરો.

4. કર્ક – ડ, હ (Cancer): આ મહિનો તમારા માટે મિશ્રિત રહેશે. આ મહિનામાં નક્ષત્રોનો સાથ મળશે પરંતુ પરેશાન પણ રહેશો. કામકાજમાં નિરાશા હાથ લાગશે. ધનહાનિના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધોને લઇને કોઇ સાથે વિવાદ થઇ શકે છે. કુંવારા લોકોના લગ્ન નક્કી થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં બેદરકારી ભારે પડી શકે છે. મહિનાની વચ્ચે પોઝિટિવ ફેરફાર થશે અને પરેશાનીઓ થોડી ઓછી થશે.

5. સિંહ – મ, ટ (Leo): સરકારી કામમાં સફળતા મળી શકે છે. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ પણ ઉકેલાઇ જશે. મહિનાની વચ્ચેનો સમય નકારાત્મક રહેશે. આ મહિને તમારા કામકાજમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. વિચારેલાં કામ પૂર્ણ થઇ શકે છે. જોબ અને બિઝનેસમાં પણ થોડાં મોટા નિર્ણય લઇ શકો છો. મહિનાના છેલ્લાં દિવસમાં અટવાયેલું ધન પાછુ મળી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં નક્ષત્રોનો સાથ મળી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): મહિનાની શરૂઆત ઠીક રહેશે નહીં. માનસિક તણાવ વધશે. ધીમે-ધીમે સમય ઠીક થઇ જશે. નવા લોકો સાથે મુલાકાત થશે. અધિકારીઓ અને વડીલો પાસેથી મદદ મળશે. આ મહિને સ્વાસ્થ્ય સારું રહેશે. આગળ વધવાનો અવસર મળશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. જરૂરી કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવન અને લવ લાઇફ માટે આ મહિનો શુભ રહેશે.

7. તુલા – ર, ત (Libra): મહિનાની શરૂઆતમાં તમને ધનલાભ અને ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસને લઇને આ મહિને તમે મોટો નિર્ણય લઇ શકો છો. વિરોધીઓનો તણાવ જળવાયેલો રહેશે. આ મહિનામાં તમારા ઉપર ખોટા આરોપ લાગી શકે છે. નોકરી, બિઝનેસ અથવા કામકાજમાં ફેરફાર થવાના યોગ બનશે. નવા કામ શરૂ થઇ શકે છે. દાંપત્ય જીવન અને લવ લાઇફને લઇને આ મહિનો શુભ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): મહિને કામકાજને લઇને નવી યોજનાઓ બની શકે છે. જોબ અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે. લવ લાઇફ માટે પણ સમય સારો રહેશે. જોબ અને બિઝનેસમાં કરેલાં કાર્યોનો ફાયદો મળી શકે છે. આવક વધશે પરંતુ ફાલતૂ ખર્ચ પણ વધી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે અને તેમની મદદ પણ મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ મહિને બેરોજગાર લોકોને નોકરીમાં સારા અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. ઓફિસમાં તમારા કામકાજના વખાણ થશે. આ મહિને ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે. કોઇ જૂની લોન હશે તો તે પણ પૂર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મહિનાની શરૂઆતના દિવસોમાં નોકરિયાત લોકો માટે સમય ઠીક નથી. અધિકારી નિરાશ થઇ શકે છે. બિઝનેસમાં મુશ્કેલીઓ વધી શકે છે. આ મહિનો મિશ્રિત ફળદાયી રહેશે. આ દિવસોમાં તણાવ અને દોડભાગ વધી શકે છે. નવી જવાબદારીઓ અને નવા કામ મળી શકે છે. વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થઇ શકશે નહીં. કોઇ ખાસ મામલાઓને લઇને નેગેટિવિટી રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): મહિનાની શરૂઆતના દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. ચિંતાથી રાહત મળવાના યોગ છે. બિઝનેસ વધારવા અને નોકરીમાં ઉન્નતિ માટે નવા લોકો સાથે મુલાકાત થશે. નવી સંભાવનાઓ પણ મળશે. આ મહિને ભાગદોડ રહેશે અને વ્યસ્તતા પણ વધશે. બિઝનેસમાં રોકાણ સાથે જોડાયેલ કોઇ મોટો નિર્ણય સમજી-વિચારીને લેવો પડશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ મહિને સાવધાન રહેવું પડશે. જોબ અને બિઝનેસમાં સ્થિતિઓ ખરાબ બની શકે છે. મહેનત અને દોડભાગ પણ રહેશે. રોજિંદા કાર્યોમાં ફેરફાર થવાની સંભાવના છે. સમયે ભોજન કરી શકશો નહીં. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. આ મહિને સમજી-વિચારીને બોલવું પડશે. વિવાદ અને તણાવ પણ રહેશે. યોજનાઓ પૂર્ણ ન થવાથી મૂડ ખરાબ રહેશે. કોઇ ખરાબ સમાચાર કે દુર્ઘટના બની શકે છે.