વાયરલ

કચોરી અને જલેબી ખાવાનો શોખીન છે આ વાંદરો, રોજ સવારે પહોંચી જાય છે દુકાને નાસ્તો કરવા

ઘણા પ્રાણીઓ પણ માણસના મિત્રો બની જતા આપણે જોયા છે, જેની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે. આવો જ એક વાંદરો પણ જોયા મળ્યો જે માણસો સાથે મિત્રોની જેમ રહે છે અને રોજ સવારે ગરમ ગરમ જલેબી અને કચોરી ખાવા માટે દુકાન ઉપર પણ આવી જાય છે.

આ વાંદરની ચર્ચાઓ આવી રહી છે રાજસ્થાનના ભરતપુરમાંથી. જ્યાંના ચૌબુર્જા બજારમાં રોજ સવાર થતાની સાથે જ તે કચોરી અને જલેબી ખાવા દુકાન ઉપર આવી જાય છે અને તે જાતે જ અહીંયા બેસીને પોતાના હાથે નાસ્તો કરે છે અને ત્યારબાદ ફળોની દુકાન ઉપર જઈને આરામથી ફળ પણ ખાય છે.

એટલું જ નહિ આ વાંદરો જયારે પણ જે પણ જગ્યાએ જઈને કઈ ખાય છે ત્યારે તેને ત્યાં તેને કોઈપણ જાતની હેરાનગી પણ પસંદ નથી જેના કારણે લોકોમાં પણ તેને કાંઈ જ કહેવાની હિંમત નથી. પોતાની પેટ ભરાઈ જતા તે ત્યાંથી ચાલ્યો જાય છે ત્યાં સુધી દુકાનદારે પણ રાહ જોવી પડે છે.

ભરતપુરના આ બજારની અંદર પ્રખ્યાત કચોરી મળે છે. દુકાનદારનું કહેવું છે કે જયારે દુકાન ઉપર કચોરી અને જલેબી બને છે ત્યારે ગ્રાહકો ખાવા માટે આવે છે અને ગ્રાહકોની સાથે સાથે વાંદરો પણ ખાવા માટે આવી જાય છે.આ વાંદરો લગભગ અડધો કલાક સુધી દુકાન ઉપર બેસે છે અને તેને જે પણ પસંદ હોય તે ત્યાંથી ઉઠાવીને ખાઈ લે છે. પછી તે પોતાની જાતે જ ચાલ્યો જાય છે. તેને કચોરી, જલેબી, વટાણા અને ગાજર ખુબ જ પસંદ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વાંદરાએ આજ સુધી કોઈ માણસ ઉપર Humloo નથી કર્યો ના કોઈને હેરાન કર્યા છે. તે ફક્ત પોતાના સ્વાદ માટે જલેબી અને કચોરીની સાથે કેટલાક ફળ ખાવા માટે રોજ સમય ઉપર આવી જાય છે અને પોતાનું પેટ ભરાતા ત્યાંથી ચાલ્યો જાય છે.