જ્યોતિષ શાસ્ત્ર

મની પ્લાન્ટને દરરોજ પાણી આપ્યા બાદ કરો આ ઉપાય, ધન સંપત્તિની ક્યારેય નહીં થાય અછત

માણસ પર વાસ્તુશાસ્ત્રનો વધારે પ્રભાવ હોય છે. જો વાસ્તુશાસ્ત્રના ઉપાયોનું પાલન કરવામાં આવે તો હાનિ કે દુષ્પ્રભાવથી બચી શકાય છે. ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

મોટેભાગે ઘરો અને ઓફિસોમાં મની પ્લાન્ટ જોવા જરૂર મળે છે. આ છોડ વિશે એવી માન્યતા છે કે એને લગાવવાથી ઘરે સુખ-સમૃદ્ધિ અને પૈસા આવે છે. પરંતુ જાણકારીના અભાવે ઘણા બધા લોકો મની પ્લાન્ટ લગાવતા સમયે ઘણી ભૂલો કરી બેસે છે. વસ્તુ શાસ્ત્રમાં દરેક છોડને લગાવવાની એક દિશા દર્શાવવામાં આવી છે. જો છોડ સાચી દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને ખૂબ જ ફાયદો થાય છે, અને ખોટી દિશામાં લગાવવાથી વ્યક્તિની પરેશાનીઓ વધી જાય છે.

Image Source

વાસ્તુની સહાયતાથી ઘરમાં આવતી તકલીફો કે પરેશાનીઓને દૂર કરી શકાય છે. ઘરનું વાસ્તુ ઠીક કરવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરે છે, પણ ઉપાય કરતાં પહેલા ઉપાય જાણી લેવો જોઈએ. કારણ કે ઉપાય સાચી રીતથી ન કરવામાં આવે તો સકારાત્મક પરિણામ નહીં મળે અને કદાચ નકારાત્મક પરિણામ પણ મળી શકે. મની પ્લાન્ટ માટે એવું કહેવાય છે કે આને ક્યારેય પણ ખરીદીને ઘરમાં ન લગાવવો જોઈએ.

Image Source

વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ મનાય છે. આ ઘરમાં ધનની આવક વધારે છે અને દુઃખ અને મુસીબતોને દૂર કરે છે. તમને ઘણા ઘરમાં મની પ્લાન્ટ જોવા મળશે પણ ચકાસણી કરશો તો ખ્યાલ આવશે કે ખૂબ થોડા જ લોકો છે જે મની પ્લાન્ટનો લાભ મેળવે છે.

વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે દિશા જ્ઞાન હોવું જરૂરી છે અને મની પ્લાન્ટનું ધ્યાન પણ રાખવું ખૂબ જરૂરી છે. મની પ્લાન્ટને હંમેશ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. મની પ્લાન્ટનો બીજો નિયમ એ છે કે એને સમયસર પાણી આપતા રહેવું જોઈએ. તમારે કોઈપણ સંજોગોમાં મની પ્લાન્ટને સુકાવા ન દેવું જોઈએ. જો એ પાણીની અછતથી સુકાય છે તો તમારા ઘરમાં પૈસાની અછત સર્જાય છે.

Image Source

જ્યારે ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે એના પત્તા અને વેલની નીચે લટકવી ન જોઈએ. આનાથી તમારા પૈસા આવવાની જગ્યાએ જવા લાગશે, એટલે કે પત્તા અને વેલ હંમેશા ઉપરની તરફ જ વધવી જોઈએ. તમે એક દોરીથી ઉપરની તરફ વેલને બાંધી શકો છો. આ બધા નિયમોના પાલનની સાથે સાથે તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે.

તમે જ્યારે મની પ્લાન્ટને પાણી આપો ત્યારે ત્યાં ચાર અગરબત્તી ફેરવીને, બે અગરબત્તી મનીપ્લાન્ટ પાસે રાખવી અને બીજી બે ઘરમાં લક્ષ્મીજીના ફોટા પાસે રાખી દો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહિ થાય અને નવા રસ્તાઓ પણ ખુલશે.

Image Source

આ સિવાય ક્યારેય પણ મની પ્લાન્ટને રવિવારે પાણી ન આપવું જોઈએ અને પાણી આપતા સમયે હંમેશા પાણીમાં એક ચમચી દૂધ મિક્સ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ આવે છે અને પૈસાની અછત દૂર થાય છે. તેને બુધવારના દિવસે ઘરે લાવવો જોઈએ, કારણે કે બુધવારને શુભ ફળ આપનાર ગણેશજીનો દિવસ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks