અજબગજબ

25 વર્ષની ઉંમરમાં વીંછીનું ઝેર વેચીને આ વ્યક્તિ બની ગયો લાખો પતિ, આજે છે એક કંપનીનો માલિક

લોકો પૈસા કમાવવા માટે તન ટોડ મહેનત કરતા હોય છે તો કેટલાક બુદ્ધિશાળી લોકો પૈસા કમાવવાની અવનવી તરકીબો પણ શોધી લેતા હોય છે જેના કારણે જ તે ઓછી મહેનતે લાખો રૂપિયા કમાઈ લે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવાના છીએ જે વીંછીનું 1 ગ્રામ ઝેર વેચીને 7 લાખ રૂપિયા કમાઈ લે છે.

Image Source

આ વ્યકિતનું નામ છે મોહમ્મદ હમદી બૉશ્તા. જેની ઉંમર 25 વર્ષની છે અને તે મિસ્ત્રનો રહેવાસી છે. તે વીંછીનું ઝેર વેચે છે અને તેના આ શોખે તેને એટલો બધો અમીર બનાવી દીધો છે કે તેને પણ જીવનમાં ક્યારેય આ નહિ વિચાર્યું હોય.

Image Source

શું કામમાં આવે છે આ ઝેર:
આ ઝેરનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે. મિસ્ત્રના રણમાં અને તટીય વિસ્તારોમાં વીંછી પકડવાના શોખના કારણે મોહમ્મદે આર્કિયોલોજીની ડિગ્રીનો અભ્યાસ પણ છોડી દીધો હતો અને વીંછીનું ઝેર કાઢવાના કામમાં લાગી ગયો.

Image Source

મોટી કંપનીનો છે માલિક:
માત્ર 25 વર્ષની ઉંમરમાં મોહમ્મદ હમદી “કાયરો વેનોમ કંપની”નો માલિક બની ગયો છે. આ એક એવો પ્રોજેક્ટ છે જેની અંદર અલગ અલગ પ્રજાતિના 80 હજારથી વધારે વીંછી અને સાપ રાખવામાં આવ્યા છે. આ સાપ અને વીંછીઓનું ઝેર કાઢીને દવા બનાવવા માટે કંપનીઓને વેચી દેવામાં આવે છે.

Image Source

કેવી રીતે કાઢવામાં આવે છે ઝેર ?:
યુવી લાઈટની મદદથી પકડાયેલા વીંછીઓનું ઝેર કાઢવા માટે તેને સામાન્ય કરંટ આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે તરત જ વીંછીનું ઝેર બહાર નીકળે છે અને તેનો સંગ્રહ કરી લેવામાં આવે છે.

Image Source

કેટલા કામનું છે એક ગ્રામ ઝેર?:
રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે વીંછીનું એક ગ્રામ ઝેરથી લગભગ 20 હજારથી 50 હજાર એન્ટિવેનોમ (વિષરોધક) ડોઝ બનાવી શકાય છે. એન્ટિવેનોમ ડ્રગ તૈયાર કરતી વખતે વીંછીના ઝેરની માત્રામાં પણ ખુબ જ સાવધાની રાખવામાં આવે છે.

Image Source

ક્યાં થાય છે ઝેરની સપ્લાય:
મોહમ્મદ હમદી વીંછીના આ ઝેરને યુરોપ અને અમેરિકામાં સપ્લાય કરે છે. જ્યાં તેનો ઉપયોગ એન્ટિવેનોમ ડોઝ અને હાઇપરટેંશન જેવી બીમારીઓની દવાઓ બનાવવામાં થાય છે. વીંછીનું એક ગ્રામ ઝેર વેચવા ઉપર તેને 10 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા મળે છે.