ખબર

નોટબંધીથી પણ મોટો નિર્ણય લઇ શકે છે મોદી સરકાર, ઘરમાં સોનું રાખ્યું હોય તો વાંચી લેજો

મોદી સરકારે નવેમ્બરે 2016માં નોટબંધી કર્યા બાદ વધુ એકવખત કાળાધનને નાથવા માટે એન મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. એક મીડિયાને મળેલી માહિતી અનુસાર, કાળા ધનથી સોનુ ખરીદનારા લોકો ઉપર લગામ લાવવા માટે સરકાર આ સ્કીમ લાવી શકે છે.

Image Source

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઇન્કમટેક્સની એમનેસ્ટી સ્કીમ પર સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકે છે. એક નક્કી કરેલી માત્રા સિવાય રસીદ વગરના સોનાની જાણકારી આપી સોનાની કિંમત સરકારને બતાવવી પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એમ્નેસ્ટી સ્કીમ હેઠળ સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. રસીદ વગરના સોનાનો ખુલાસો કરી તેના પર ટેક્સ દેવો પડશે.આ સ્કીમ એક ખાસ સમય માટે જ ખોલવામાં આવશે. સ્કીમ પૂર્ણ થયા બાદ વધારે સોનુ મેળવવા પર ભારે દંડ ભરવો પડશે. મંદિર અને ટ્રસ્ટ પાસે પડેલા સોનાને પ્રોડક્ટિવ રોકાણ તરીકે ઉપયોગ કરવા માટે ખાસ એલાન કરવામાં આવશે.

Image Source

સૂત્રોના જણાવ્યા અનુસાર, એમનેસ્ટી સાસ્કીમ સાથે મિલકત વધારા માટે પણ એલાન કરવામાં આવશે. આ સિવાય સોવરન ગોલ્ડ સ્કિમને આકર્ષક બનાવવા માટે પણ બદલાવ કરવામાં આવશે. સોવરન ગોલ્ડ બોન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવા માટે પણ વિકલ્પ આપવામાં આવશે સાથે જ ગોલ્ડ બોર્ડ બનાવવાનું પણ એલાન કરવામાં આવશે. સરકારની ઈચ્છા એ છે કે, સોનાને પ્રોડક્ટિવ રોકાણ તરીકે વિકસાવવામાં આવે.

Image Source

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર,ઇકોનોમિક અફેર્સ વિભાગ અને રાજસ્વ વિભાગ મળીને આ સ્કીમનો તખ્તો તૈયાર કર્યો છે. વિત મંત્રાલયે આ પ્રસ્તાવ કેબિનેટ પાસે મોકલી દીધો છે. આ પ્રસ્તાવને જલ્દી જ કેબિનેટની મંજૂરી મળી શકે છે. આ પ્રસ્તાવની ચર્ચા ઓક્ટોબરના બીજા અઠવાડીયામાં જ થવાની હતી પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીને લઈને આ ફેંસલો ટાળવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.