મનોરંજન

બીજા દિવસે બોક્સ ઓફિસ પર અક્ષયની ફિલ્મે કરી છપ્પરફાડ કમાણી, જાણો કેટલા કરોડની કમાણી કરી

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ “મિશન મંગલ” થિયેટરમાં લોન્ચ થઇ ગઈ છે. અક્ષયે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તે બોક્સ ઓફિસનો ખેલાડી છે. અક્ષયની ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસમાં સારી શરૂઆત કરી હતી અને હજી તો તે ઝડપ પકડી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસમાં હંગામો મચાવી નાખ્યો હતો.

 

View this post on Instagram

 

@akshaykumar sir and @balanvidya clicked during #missionmangal promotions recently

A post shared by khiladi Akshay Sonu (@akshaykumar_is_boss) on

સ્વતંત્રદિવસ પર આવવાનો થોડો ફાયદો પણ મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન જગન શક્તિએ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, શરમન જોશી, નિત્યા મેનન, સંજય કપૂર અને જિશાન અયૂબે મુખ્ય કિરદાર નિભાવ્યા હતા. આ ફિલ્મ 2013માં ઇતિહાસના પાનમાં નોંધાયેલી દેશની આ અંતરિક્ષ યાત્રાની સફળતાની કહાની સારી રીતે જણાવામાં આવી છે.

ફિલ્મ મિશન માંગલે પહેલા દિવસે 29.16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસની વાત કરીએ તો 17. 28 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું આમ કુલ 46.44 કરોડનું કલેક્શન થયું છે.

મિશન મંગલની સાથે સાથે જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉહ પણ આવી હતી આ ફિલ્મે પણ સારી કમાણી કરી છે. આ પહેલીવાર નથી કે અક્ષય અને જૉનનો બોક્સ ઓફિસ પર ટકરાવ થયો હોય. તે બંનેની પાછલી ફિલ્મ ગોલ્ડ અને સત્યમેવ જયતેની ટક્કર મોટા પરદા પર થઇ હતી. આ બંનેની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી કમાઈ કરી હતી. આમ અક્ષય અને જૉન એક-બીજાના સારા મિત્રો છે. તેઓ એક-બીજા સાથે વાત કરતા રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks