ખબર

14 વર્ષનું બાળક થયું ગુમ તો મગરના પેટમાંથી મળ્યું, જુઓ હૃદય કંપવાનારી તસવીરો

શુક્રવારના રોજ મલેશિયાના કુચિંગ વિસ્તારનો રહેવાસી 14 વર્ષનું બાળક રિકી ગાન્યા અચાનકથી લાપતા થઇ ગયું, બાળકની શોધવા માટે પરિવારજનોએ આસપાસના બધા જ વિસ્તાર ફેંદી વળ્યાં. પરંતુ બાળકની કોઈ ખબર મળી નહીં.

Image Source

આ બાળક નદીમાં ગોકળ ગાય વીણવા માટે ગયો હતો. ત્યારે જ એક મગરે તેને અંદર ખેંચી લીધો હતો. આ ઘટનાની થોડીવાર બાદ તેના કાકી તેને શોધતા નદી કિનારે પહોંચ્યા તો જોયું કે મગર નદીના ઉપરના ભાગમાં બહુ જ વધારે હલી રહ્યો હતો. તેમને તરત મદદ બોલાવી અને પછી જે થયું તે ખુબ જ દર્દનાક હતું.

Image Source

બાળકને ખેંચીને નદીમાં લઇ ગયેલો 14 વર્ષનો મગર પાણીની અંદર ઉપર દેખાતા તરત જ તેના કાકીએ મદદ બોલાવી, પરંતુ મગર એટલી આસાનીથી તેમના હાથમાં ના આવ્યો. તેને પકડવાના બધા જ પ્રયત્નો બેકાર રહ્યા.

Image Source

છેલ્લે 4 દિવસ બાદ મગરને મરઘીની લાલચ આપીને બહાર બોલાવવામાં આવ્યો અને તેને ઇમરજન્સી સેવાઓની મદદથી પકડી લેવામાં આવ્યો.

સ્થાનીય લોકોએ તરત મગરને પકડીને કાપી નાખ્યો અને તેના પેટની અંદરથી તે 14 વર્ષના બાળક રીકીના કપડાં અને શરીરના કેટલાક ભાગ મેળવ્યા.


રીકીના અવષેશોને મગરના પેટમાંથી બહાર કાઢીને રીકીન પરિવારને સોંપી દેવામાં આવ્યા ત્યારે તેના પરિવાર જનોએ તેનો અંતિમ સંસ્કાર કર્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.