મનોરંજન

મીરા રાજપૂત મીની સ્કર્ટ બાદ મોંઘી શર્ટને લઈને આવી ચર્ચામાં, શર્ટની કિંમતમાં એક બાઈક આવી જાય- જાણો ભાવ

બૉલીવુડ અભિનેતાથી વધારે અભિનેત્રીઓ તેની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા કપડાને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડની દુનિયામાં ખુદને લાઇમલાઈટમાં રાખવા માટે એક્ટ્રેસ મોંઘા કપડાં અને મોહ-મોંઘી ગાડીઓ માટે જાણીતી છે. આ મામલે કબીરસિંહનો સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ પાછળ નથી. મીરા તેની ફિટનેશ અને ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

થોડા સમય પહેલા મીરા રાજપૂત તેની પુત્રી મિશા કપૂર સાથે આઉટિંગ પર મીની સ્કર્ટમાં નજરે આવી હતી.ત્યારબાદ મીરાંને સોશિયલ મીડિયા યુઝર દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. મીરા રાજપૂતે મિશા કપૂરની લંબાઈ જેટલું યલો સ્કર્ટ પહેર્યું હતું.

હાલ તો મીરા તેના નવા લુકને લઈને ચર્ચામાં છે. મીરાં તેને પહેરેલા શર્ટને કારણે ચર્ચામાં છે. મીરાંનો આ શર્ટ તેની કિંમત બાબતે પણ બહુજ મોંઘો છે તો ફંકી પણ દેખાઈ રહ્યો છે. મીરા રાજપૂત વારંવાર તેના બ્રાન્ડેડ કપડાં, મોંઘા અને લકઝરીયસ હેન્ડબેગ્સ અને બ્રાન્ડેડ એસેસરીઝનો લઈને ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

@mira.kapoor ❤️

A post shared by Mira Rajput Kapoor (@mirakapoor_fc) on

થોડા દિવસ પહેલા મુંબઈની એકે રેસ્ટોરન્ટની બહાર મીરા શાહિદ સાથે નજરે આવી હતી. જેના લુકને લઈને બધા તેના તરફ આકર્ષિત થઇ ગયા હતા. તસ્વીરમાં જોઈ શકાય છે કે, મીરા રાજપૂતે બ્લેકકલરની સુપર ફૂલ લેધર પેન્ટ્સ પહેરી હતી. સાથે બ્લેક અને વ્હાઇટ સ્ટ્રાઈપ વાળી શર્ટ ટીમઅપ કરીને પહેર્યો હતો. સાથે જ બ્લેક કલરની મેચિંગ પોઇન્ટેડ ટો હિલ્સ પહેરી હતી.

મીરા રાજપૂતે જે બ્રાન્ડેડ શર્ટ પહેર્યો હતો. જેની કીંમત જાણીને બધા શોક થઇ જાય છે. મીરાંએ મશહૂર અને લકઝરીયસ ફેશન બ્રાન્ડ Balenciagaનો શર્ટ પહેર્યો હતો. આ શર્ટની કિંમત 1250 ડોલર એટલે કે લગભગ 89 હજાર રૂપિયા છે. આટલી કિંમતમાં લોકો બહેતરીન બાઈક ખરીદી શકે છે. આ શર્ટની કિંમત પરથી જાણી શકાશે કે શાહિદની પત્ની મીરા રાજપૂતના શોખ કેટલા મોંઘા છે.

જણાવી દઈએ કે, મીરા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ન્યુ એજ ફેશન લવર અને ફેશન અને સ્ટાઇલ ગોલ્સ દેતી નજરે ચડે છે.