ખબર મનોરંજન

શું ત્રીજીવાર પણ પ્રેગ્નેટ છે મીરાં રાજપૂત ? શાહિદ કપૂરની પત્નીએ આપ્યો આ જવાબ

બૉલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખુશ ખબરીઓ આવી રહી છે. ઘણી અભિનેત્રીઓએ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે, ત્યારે હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત ત્રીજીવાર ગર્ભવતી છે. આ વાતનો જવાબ મીરાં રાજપૂતે જ આપ્યો હતો.

Image Source

મીરાં રાજપૂત સોશિયલ મીડિયામાં ખુબ જ સક્રિય રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર આસ્ક મી એનીથિંગ સેશન આયોજિત કર્યું જેમાં ચાહકો તેમને પોતાના મનમાં ઉઠી રહેલા સવાલો પૂછી રહ્યા હતા. મીરાંએ પોતાની પસંગના હોલીડે ડેસ્ટિનેશન અને મનગમતા જમવા વિશે પણ વાત કરી. આ દરમિયાન એક ચાહકે તેની પૂછી લીધું કે શું તે ત્રીજીવાર પ્રેગ્નેટ છે?

Image Source

આ સવાલનો પણ મીરાંએ જવાબ આપ્યો હતો. તેને પોતાની સ્ટોરીની અંદર જ આ સવાલનો જવાબ આપતા “NO” લખ્યું હતું સાથે તેને હસવાનું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. મીરાંએ બીજા પણ ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

Image Source

શાહિદ અને મીરાંના લગ્ન 2015માં થયા હતા. મીરાં અને શાહીદને લગ્ન બાદ 2 બાળકો છે. જેમાં દીકરી મિશા 4 વર્ષની છે ત્યારે દીકરો જૈન 2 વર્ષનો છે. મીરાંએ લગ્ન બાદ પોતાના ફિલ્મી કેરિયરને અલવિદા કહી દીધું હતું.