ખબર

સિયાચીનમાં ભારે કડકડતી ઠંડી, આપણા જવાનો દુશ્મન સાથે સાથે ઠંડીથી પણ લડી રહ્યા છે વિડીયો વાઇરલ

ભારતમાં હાલના સમયે ખુબ ગરમી પડી રહી છે પણ દુનિયાના સૌથી ઊંચા અને ઠંડા રણક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાનો -40 થી -60 ડિગ્રી ની જમાવી દેનારી ઠંડીમાં દેશની રક્ષા કરવા માટે મક્કમ બનીને ઉભેલા છે.આટલા તાપમાનમાં ભારતીય સૈનિકોને પોતાના રોજિંદા કામો કરવા માટે અને ખાવા-પીવા માટે પણ ખુબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

Image Source

સમુદ્ર તળથી લગભગ 20,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત સિયાચીનમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ જામી જાય છે.સેનાના જવાનોને હથોડાની મદદથી ઈંડાઓ અને ખાવા-પીવાના બાકીના સામાનને પણ તોડવા પડી રહ્યા છે.

Image Source

ભારતીય જવાનોનો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓ હથોડીની મદદ વડે થીજી ગયેલા ઈંડા,શાકભાજીઓ,અને જ્યૂસના પેકેટને તોડતા દેખાઈ રહ્યા છે.વીડિયોમાં ત્રણ જવાનો દેખાઈ રહ્યા છે.હથોડી વડે ખાવાના સામાનને તોડવામાં પણ તેઓને ખુબ મુશ્કિલ થઇ રહી છે, છતાં પણ અંદરથી ઓણ બરફ જ નીકળે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

Image Source

સેનાના એક જવાન એ કહેતા દેખાઈ રહ્યા છે કે,પહાડો પર આવા પ્રકારના જામેલા ઈંડાઓ મળે છે, જેના પછી જવાનોએ જામેલા ટમેટા,ડુંગળી,બટેટા વગેરેને પણ તોડવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહયા હતા.એક જવાને કહ્યું કે અહીં તાપમાન 70 થી પણ નીચે ચાલ્યું જાય છે.

Image Source

એક જવાને કહ્યું કે જ્યુસ પીવા માટે પહેલા તો તેઓને તેને ગરમ કરવું પડે છે તેના પછી જ તેઓ તેને પી શકે છે.આગળ તેમણે કહ્યું કે ખાવા માટે ઈંડાઓ મોકલામાં આવે છે અને તે પણ પુરી રીતે થીજી ગયેલા હોય છે,તથા અન્ય શાકભાજી પણ જામી જાય છે.આ સિવાય શાકભાજીઓને પણ પહેલા ઉકાળવા પડે છે પછી જ તેને કાપી શકાય છે. એક જવાને કહ્યું કે સિયાચીનમાં જીવન ખુબ જ મુશ્કિલ છે. ઈંડાઓ તોડવા માટે પણ હથોડી જેવા સાધનનો ઉપીયોગ કરવો પડી રહ્યો છે.તેઓએ કહ્યું કે સિયાચીનમાં નોકરી કરવી આસાન કામ નથી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં એ વાતની ઝલક દેખાઈ રહી છે કે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ મૈદાનમાં સૈનિકોને દરેક રોજ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Image Source

ભારતીય વીરોનો આ વિડીયો જોત જોતામાં ખુબ વાઇરલ થઇ ગયો છે.વિડીયો વાઇરલ થાતા જ લોકો ભારતીય જવાનો પ્રત્યેની પોતાની ભાવનાઓ અને લાગણીઓને વ્યક્ત કરી રહ્યા છે.જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના કાર્યભાર સંભાળ્યા પછી સિયાચીન જઈને ભારતીય જવાનોને મળ્યા હતા.”આપણા ભારતીય જવાનોને સલામ”.

જુઓ સિયાચીનના વીરોનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.