ખબર

ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા સાથે સુખ માણીને હવસ સંતોષી, યુવતીની સગાઇ થઇ તો અંગત પળોના ફોટા બતાવીને કર્યો મોટો કાંડ

ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા સાથે સુખ માણીને હવસ સંતોષી, પછી યુવકે કહ્યુ- મન ભરાઈ જશે પછી જ….

ગુજરાતમાંથી અવાર નવાર છેતરપિંડી અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર નાની નાની સગીરાઓને પણ ફસાવી પોતાની હવસ સંતોષવામાં આવતી હોય છે. હાલમાં ગાંધીનગરમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક 17 વર્ષની સગીરાને હેરાન પરેશાન કરતો અને તેણે એકવાર મળવા બોલાવી તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા. જો કે, આ દરમિયાન તેણે ફોટા વીડિયો ક્લિક કર્યા હતા અને તે બાદ તેને વાયરલ કરવાની ધમકીઓ આપી તે સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો. આરોપી હવસખોર વારંવાર બ્લેક મેઈલિંગ કરીને બળાત્કાર ગુજારતો હોવાથી સગીરાએ ધોરણ – 10 નો અભ્યાસ પણ અધવચ્ચેથી છોડી દીધો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરંતુ તેમ છતાં પણ તેણે સગીરાના મંગેતરને અંગત પળોના ફોટા વીડિયો મોકલી આપ્યા અને બે વખત સગાઈ પણ તોડાવી હતી. આ ઘટનાનું પુનરાવર્તન કરવાની માંગ કરતો રહેતો હોવાને કારણે આખરે સગીરાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને રાંધેજા ગામનો સંજય રજુજી ઠાકોર વર્ષ 2019માં શાળાએ આવતા-જતા હેરાન કરતો હતો. આ દરમિયાન સગીરા ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. જો કે, રોજના રોજ ત્રાસથી પરેશાન સગીરાએ સંજયને પીછો ન કરવાનું કહ્યુ.

ત્યારે સંજયે કહ્યુ કે જો તે એક વાર મળવા આવશે તો તે સગીરાને હેરાન નહીં કરે. આ શરત મૂક્યા બાદ તે સગીરાને પોતાના ઘરે લઈ ગયો અને પ્રેમ કરતો હોવાનુ કહી તેની સાથે  સંબંધો પણ બાંધ્યા. સગીરાને એમ હતું કે બધુ પૂરું થઈ જશે. પરંતુ સંજયે સગીરા સાથે માણેલી આ અંગત પળોના ફોટા વીડિયો ક્લિક કર્યા હતા અને તેના દ્વારા તે સગીરાને બ્લેકમેઇલ કરી તેને બદનામ કરવાની ધમકી આપતો અને બળજબરી કરતો. આ સિલસિલો આમ જ યથાવત રહેતા સગીરા કોઈને વાત પણ કરી શકતી ન હતી. પરંતુ ફોટા વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપીને સંજય સગીરાને પીંખતો રહેતો હતો. ત્યારે આ બધાથી આખરે કંટાળેલી સગીરાએ માતા-પિતાને આ વાત જણાવી.

જે બાદ સગીરાના માતા-પિતા સંજયના ઘરે તેને સમજાવવા ગયા પરંતુ તે દરમિયાન સંજય, તેના ભાઈ સુનિલ ઠાકોર, મિત્રો સાહીલ જયંતીજી ઠાકોર અને પંકજ ભીખાજી ઠાકોરે સગીરાના પિતાને માર માર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યુ કે, જો પોલીસ ફરિયાદ કરી તો ફોટો-વીડિયો વાઈરલ કરી દઇશ, તેવી ધમકી આપી. ત્યારે સગીરાના પરિવારે આખરે સમાજના અગ્રણીઓની મદદ લીધી. આ વાતનું સામાજિક રાહે સમાધાન થયુ પરંતુ હવસખોર તો પણ ના સુધર્યો. સગીરા ઘરની બહાર નીકળે તો યુવકનો ભાઈ અને મિત્રો તેને ફોન કરી દેતા હતા. ઉલ્લેખનીય છે કે, સંજયના ત્રાસને કારણે તો સગીરાએ ધોરણ-10થી અભ્યાસ પણ છોડી દીધો હતો.

પરિવારે તેની સગાઈ પણ નક્કી કરી. જોકે, આ અંગે સંજયને જાણ થતા તેણે સગીરાના ફોટો-વીડિયો મંગેતરને મોકલી સગાઈ તોડી દેવડાવી. તેણે આવું બે વખત કર્યુ. જો કે, કંટાળેલી સગીરાએ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પરંતુ પોલીસે યુવકને સમજાવીને છોડી મૂક્યો. તે બાદ પણ તે અને તેના મિત્રો સગીરાને ધમકી આપતા રહ્યા કે તેના લગ્ન તો નહિ જ થવા દે. સંજયે કહ્યુ- મન ભરાઈ જશે પછી જ તને છોડીશ અને તું તાબે નહીં થાય તો તારા પરિવારને ખતમ કરી નાખીશ. આખરે આ મામલે સગીરાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવકની સાથે સાથે તેના ભાઈ અને બે મિત્રો સામે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.