મિલ્ખા સિંહ હવે નથી રહ્યા: એક સમય એવો હતો જયારે તેમની પાસે બુટ ખરીદવાના પણ પૈસા નહોતા, 3 વાર આર્મીમાં થયા રિજેક્ટ

લીજેન્ડ મિલ્ખાની તમારું મનોબળ ૧૦૦ ગણું વધી જશે, આખી સ્ટોરી વાંચીને દિલથી સલામ કરજો

આજે આપણા દેશ માટે ખુબ જ દુઃખદ દિવસ છે. આજે ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ આ દુનિયાને છોડીને હંમેશને માટે ચાલ્યા ગયા છે. જેના કારણે ખેલ જગત સમેત સમગ્ર દેશની અંદર શોકનો માહોલ છે. મિલ્ખા સિંહ ઇચ્છતા હતા કે આટલી મોટી જનસંખ્યા વાળા દેશની અંદર કોઈ બીજો મિલ્ખા સિંહ આવે.

પરંતુ એક સમય એવો પણ હતો જયારે રમત જગતમાં કોઈ ખાસ સંભાવનાઓ ના હોવાના કારણે તેમને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેના કારણે મિલ્ખા સિંહ નહોતા ઇચ્છતા કે તેમનો  દીકરો જીવ મિલ્ખા સિંહ રનર બને. 4 વર્ષ પહેલા મિલ્ખા સિંહે આ વાત રાજધાની રાયપુરમાં કહી હતી.

મિલ્ખા સિંહનો ક્રેઝ હંમેશાથી રહ્યો છે. તે જુવાન હતા ત્યારે પણ લોકો તેમના ઉપર જીવ ન્યોછાવર કરતા હતા અને તેમના ઘડપણમાં પણ લોકો તેમના દીવાના હતા. તેમને પોતાની બાયોપિક ઉપર ફિલ્મ બનાવવા માટે ફક્ત 1 રૂપિયો લીધો હતો.

જયારે મિલ્ખા સિંહે રમતની દુનિયામાં પગ મુક્યો હતો ત્યારે તેમને નહોતી ખબર કે ઓલમ્પિક કોને કહેવામાં આવે છે ? એશિયન ગેમ્સ અને 100 મીટર અને 400 મીટર દોડ શું હોય છે ?શરૂઆતમાં તે ખુલ્લા પગે જ દોડતા હતા. પરંતુ ત્યારબાદ મિલ્ખા સિંહે 1956 અને 1964ના ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમને 1959માં પદ્મ શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

4  એશિયન ગોલ્ડ મેડાલીસ્ટ મિલ્ખા સિંહે પોતાના કેરિયરમાં ઘણા ખિતાબ પોતાને નામ કર્યા. 1956, 1960 અને 1964 ઓલમ્પિકમાં તેમને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1960ના રોમ ઓલમ્પિકનું નામ આવવાની સાથે જ મિલ્ખા સિંહની 400 મીટર ફાઇનલ રેસની યાદ તાજી થઇ જાય છે.

મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર બંને ખેલાડી હતા. નિર્મલ બોલીબોલ ટીમની કપ્તાન હતી. તે પોતાના દીકરાને લાલા અમરનાથની જેમ ક્રિકેટર બનાવવા  માંગતી હતી.  પરંતુ રનર નહીં. પરંતુ એકવાર સ્કૂલ તરફથી જીવે જુનિયર ગોલ્ફમાં નેશલ એવોર્ડ મેળવ્યો/ ત્યારબાદ લંડન અને અમેરિકામાં ટુર્નામેન્ટ રમી. 4 વાર યુરોપ ચેમ્પિયનશિપ જીતી. જેના બાદ મિલ્ખા સિંહ સંતુષ્ઠ થયા.

જયારે મિલ્ખા સિંહે રમતની દુનિયામાં પગ મુક્યો હતો ત્યારે તેમની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. હાલત એવી હતી કે તેમની પાસે બુટ માટેના પણ પૈસા નહોતા. તેમને ત્રણ વાર આર્મીમાંથી રિજેક્ટ કરી દેવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે મિલ્ખા સિંહનો જન્મ 20 નવેમ્બર 1929ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તે વિભાજન બાદ ભારત આવી ગયા.

Niraj Patel