સફેદ કુર્તિ , ખુલ્લા કાળા વાળ , સોજેલી આંખો અને એ આંખો માં અનહદ દર્દ ભરી કાવેરી ઘર ના દરવાજા પાસે ઉભી હતી. કંઈક ગહન વિચારો માં ડૂબેલી કાવેરી નો હાથ હચમચાવી ને છ વર્ષ ની રિના બોલી પડી ,” મમ્મી ચાલ.”
છ વર્ષ ની રિના એ એની મમ્મી કાવેરી ના હાથ ની એક આંગળી ને પોતાના હાથ દ્વારા જકડી રાખી હતી.
કાવેરી ના બીજા હાથ માં બેગ હતું.
સફેદ કુર્તિ , ખુલ્લા કાળા વાળ , સોજેલી આંખો અને એ આંખો માં અનહદ દર્દ ભરી કાવેરી ઘર ના દરવાજા પાસે ઉભી હતી. કંઈક ગહન વિચારો માં ડૂબેલી કાવેરી નો હાથ હચમચાવી ને છ વર્ષ ની રિના બોલી પડી ,” મમ્મી ચાલ.”
અને કાવેરી ની આંગળી પકડી રિના ચાલવા લાગી.
****
ફેશન ડિઝાઇનિંગ માં રસ ધરાવતી કાવેરી અમદાવાદ ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ કરવા આવી હતી. મૂળ જામનગર ના અનાથ આશ્રમ માં બાળપણ વિતાવી ને માતાપિતા ની છાયા વિના મોટી થયેલ કાવેરી ના મન અને દિલ માં એક પરિવાર એનો પણ હોઈ તીવ્ર ઈચ્છા ધરાવતી.
બે કે ત્રણ બાળકો વચ્ચે પણ કોઈક વખત બાળક ને એવું થાય છે કે માતા પિતા નો પ્રેમ વેંહચાય ગયો છે. આ તો અનાથ આશ્રમ હતું.
અમદાવાદ માં આવ્યા બાદ એને કોલેજ જોઈન કર્યા ની સાથે જ એક કંપની માં ઇંટર્ન તરીકે કામ શરૂ કરી દીધું.
કોલેજ દરમિયાન જ એની મુલાકાત નીરવ સાથે થઈ.
કાવેરી જેટલી ચંચળ ને નીરવ એટલો જ શાંત. કાવેરી એ ભલે બાળપણ થી ઘણું જોયું હોય પણ એને જીવન જીવતા આવડતું હતું. આંસુ ને હોઠો ની પાછળ છુપાવવતા આવડતું હતું. દિલ ગમે તેટલું બેચેન હોય પણ ખુશ રહેતા આવડતું હતું.અને શાયદ દર્દ ને દર્દ ની રીતે ન લેતા ખુશી અને દર્દ વચ્ચે સંતુલન બનાવવા ની કળા નીરવ ને પસંદ પડી ગઈ.
અને ચંચળ કાવેરી ને નીરવ નો શાંત સ્વભાવ. ગમે તેટલી ગંભીર પરિસ્થિતી માં શાંત રહી , વધુ વિચારી સમજી અને પછી પગલું ભરવું. આ વાત કાવેરી ને નિરવ માં સૌથી વધુ પસંદ આવતી.
એકબીજા ના ગુણો અને ખામીઓ ને પસંદ નાપસંદ કરતાં કરતાં બંને ક્યારે એકબીજા ના પ્રેમ માં પડી ગયા ખબર જ ન પડી.
નીરવ એક જોઈન્ટ ફેમિલી માંથી બિલોન્ગ કરતો.
ના સ્ટોરી માં એવું નહિ થાય કે ,જોઈન્ટ ફેમિલી ના રૂઢિચુસ્ત બંધનો નીરવ અને કાવેરી ને નડ્યા.
,અહીંયા વાત કંઈક બીજી જ છે.
નીરવ ના પરિવાર ને આકૃતિ અને નીરવ ના સબંધો થી ખાસ્સી એવી સમસ્યા નહતી. બસ એક જ વાત ખટકતી હતી કે આકૃતિ અનાથ છે.
પણ દીકરા ના પ્રેમ સામે પરિવાર એ તે વાત ને પણ હસતા ચેહરે સ્વીકારી લીધી.
સમય વીત્યો. બંને ના લગ્ન થઈ ગયા. પરિવાર નું સપનું કાવેરી નું પૂરું થતું દેખાવવા લાગ્યું. એની પાસે એક લાઈફટાઈમ નો ફ્રેન્ડ એટલે કે એનો પતિ નીરવ હતો. મા નો પ્રેમ કાવેરી એ ક્યારેય જોયો ન હતો એટલે નીરવ ની મા એને જેટલો પ્રેમ આપતી તે એને પૂરતો લાગતો.
એક પરિવાર પ્રેમલગ્ન કરી ને આવેલ વધુ ને વર ને કારણે જ સ્વીકારે છે.
કાવેરી નું બાળપણ એક અનાથ આશ્રમ માં વીત્યું હતું. અને કાવેરી ખૂબ સારી રીતે જાણતી હતી કે તે જગ્યા એક બાળક ના માનસપટ પર કેટલી ખરાબ અસર છોડી જાય છે. કાવેરી ની હંમેશા થી એ ઈચ્છા હતી કે તે કોઈ બાળક ને ગોદ લે. જેથી એ બાળક નું પણ ભવિષ્ય સુધરી જાય.
લગ્ન પેહલા કાવેરી ફાઇનાન્સિયલી આટલી સક્ષમ નહતી . પણ લગ્ન પછી એની આ ઈચ્છા ને માન આપતા નીરવ એ તે વાત નો સ્વીકાર કર્યો. અને અનાથ આશ્રમ માંથી એક બાળક ને અડોપ્ટ કરવા નો નિર્ણય પરિવાર સમક્ષ જાહેર કર્યો.
નીરવ ના પરિવાર ને પેહલા થી જ કાવેરી અનાથ હતી એ વાત થી સમસ્યા હતી. અને હવે આ નિર્ણય.
પરિવાર એ આ નિર્ણય નો વિરોધ કર્યો.પણ ફરી એક વખત દીકરા ની જિદ્દ અને પ્રેમ સામે પરિવાર હારી ગયો.
નીરવ અને કાવેરી એ 3વર્ષ ની રિના ને અડોપ્ટ કરી.
પણ નીરવ ના માતા પિતા એ ક્યારેય તે અનાથ રિના નો સ્વીકાર ન કરી શક્યા.
રિના ને અડોપ્ટ કર્યા ને તુરંત બાદ નીરવ ને એની જોબ માં પ્રમોશન મળ્યું , અને 1 વર્ષ માટે આઉટ ઓફ ઇન્ડિયા કામ કરવા જવા ની નોટિસ પણ.
નીરવ ના પાપા ની તબિયત લથડવા લાગી અને એ કારણે નીરવ તે નોટિસ નો અસ્વીકાર કરી અને ઘર પર પરિવાર સાથે રહેવા નો નિર્ણય કર્યો.
સમય વીત્યો. નીરવ ના પાપા નું મૃત્યુ થઈ ગયું. નીરવ ની જોબ છૂટી ગઈ અને નીરવ માં મમ્મી આ બધા નું કારણ રિના ને માનવા લાગી.
પણ નીરવ એ અને કાવેરી રિના ને ક્યારેય એવું મહેસુસ ન થવા દીધું . હાલત ધીરે ધીરે સારી થતી ગઈ. નીરવ એ પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને કાવેરી એ તેનો પૂરતો સાથ આપ્યો.
પણ કિસ્મત નો ખેલ , એક કાર એક્સિડન્ટ માં નીરવ ને કાળ ભરખી ગયો.એ દુઃખ થી કાવેરી હજુ ડીલ કરતી જ હતી ત્યાં કાવેરી ની સાસુ એનું બેગ પેક કરી અને તેની પાસે આવી.
બેગ કાવેરી ના હાથ માં આપતા બોલી , ” મને ખબર છે કે તું કલંકની ને નહીં છોડે. ત્રણ વર્ષ થી આપણા ઘર ના સુખ ને ભરખી રહી છે હવે જેટલું બચ્યું છે એને રહેવા દો અહીંયા. અને તમે બંને મા દીકરી નીકળી જાઓ આ ઘર માંથી.”
પતિ ના મૃત્યુ નું દુઃખ અને ઉપર થી મા સમાન સાસુ નું આવું વર્તન , કાવેરી બિલકુલ તૂટી ગઈ. પણ એ દિવસે છ વર્ષ ની રિના મમ્મી ની આંગળી પકડી ને એને હિંમત આપતા ચાલવા લાગી.
તે દિવસે ક્યાં જવું , શું કરવું કાંઈ જ નહતું સમજાતું કાવેરી ને.
કાવેરી રિના ને લઈ એક મંદિર માં બેઠી હતી. અને તે મંદિર માં પંડિત જી ભગવદ ગીતા નો ઉપદેશ આપી રહ્યા હતા.
કાવેરી એ અને રિના એ આખી ગીતાજી નો ઉપદેશ્ય સાંભળ્યો.
અને એ સાંભળી કાવેરી માં એક નવી ઉર્જા નો સંચાર થયો. અને એ તેના બધા દુઃખો અને સમસ્યા ને ભુલાવી અને આજ નો અને વર્તમાન નો વિચાર કરી આગળ વધી. એની પાસે નીરવ એ શરૂ કરેલ બિઝનેસ ને આગળ વધારવા નો નિર્ણય કર્યો. અને રિના ને એક સારી સ્કૂલ માં એડમિશન કરાવી આપ્યું.
કાવેરી તેની કમાણી નો થોડો હિસ્સો દર મહિને તેની સાસુ ને મોકલી આપતી. અને એક ચિઠ્ઠી પણ સાથે લખતી.
એ ચિઠ્ઠી માં ગીતાજી ના શ્લોકો અને સાથે એનો સારાંશ લખી ને મોકલતી.
2 વર્ષ ના લાંબા ઇંતજાર પછી એક દિવસે , સાંજે કાવેરી ની સાસુ કાવેરી ના ઘરે પહોંચી.
કાવેરી ની સાસુ એ ખભે નાનું સ્કૂલ બેગ લટકાવ્યું હતું. અને તેના હાથ ની પેહલી આંગળી નહીં પરંતુ આખી હથેળી માં નાની હથેળી પરોવી ને રિના ઉભી હતી.
કાવેરી એ તેની સાસુ ને પગે લાગી અને આશીર્વાદ લીધા.એની સાસુ એ તેની સામે હાથ જોડી અને માફી માંગી અને કહ્યું “મને સમજાય ગયું જ્યારે જે થવા નું હોય છે એ થઈ ને જ રહે છે , ઉત્પતી અને મૃત્યુ બધું ઉપર વાળા ની ઈચ્છા પ્રમાણે થાય છે.”
હવે કાવેરી પાસે મા અને દીકરી આ બંને નો પ્રેમ અને તાકાત છે.
લેખિકા : મેઘા ગોકાણી
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.