MG Motorએ ભારતમાં પોતાની પહેલી કાર MG Hector ગુરુવારના રોજ લોન્ચ કરી દીધી છે. નવી Hector ભારતમાં MG Motorનું પહેલું મોડલ છે અને આ કંપનીની પહેલી કનેક્ટેડ SUV છે. Hector 5 સીટવાળી એસયુવી છે. આની કિંમત 12.18 લાખથી 16.88 લાખની વચ્ચે છે. Hector SUVમાં ઘણા કનેક્ટિવિટી ફીચર્સ છે, જેમ કે – વોઇસ આસિસ્ટન્ટ ફંક્શન, ડિયો-ફેસિંગ, રિયલ-ટાઈમ નેવિગેશન, રિમોટ લોકેશન, ઇમર્જન્સી રિસ્પોન્સ અને iSmart સિસ્ટમ આપવામાં આવશે. આ 4 વેરિયંટ – સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને શાર્પમાં ઉપલબ્ધ છે.

MG Hectorમાં 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન છે, જે 143hpનો પાવર અને 250Nm ટૉર્ક જનરેટ કરે છે. ડીઝલ એંજીન 2.0 લીટરનું છે, જે 170hpનો પાવર અને 350Nm ટૉર્ક જનરેટ કરે છે. બંને એન્જીનમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. પેટ્રોલ વેરિયન્ટમાં 6-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ મળશે.

પેટ્રોલ એન્જીનની માઈલેજ 14.16 કિલોમીટર અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 13.96 કિલોમીટર પ્રતિ લીટર છે. હાઈબ્રીડ પેટ્રોલ એન્જીનની માઈલેજ 15.81 કિલોમીટર પ્રતિ લીટર છે, અને ડીઝલ એન્જીનની માઈલેજ 17.41 કિલોમીટર પ્રતિ લીટર છે. આ કારમાં ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ છે.

આ સિવાય 360 ડિગ્રી કેમેરા, 4 બાજુએ એડજસ્ટેબલ કો-ડ્રાઈવર સીટ, પેનોરેમિક સનરૂફ, સાઈડ રિયર વ્યુ મિરર, રેન સેન્સિંગ વાયપર્સ, ઓટોમેટિક હેડલેમ્પસ, અને 8 કલર સાથે મૂળ લાઇટિંગ જેવા ફીચર્સ મળશે. સાથે જ આમાં ડ્યુલ ફ્રન્ટ એરબેગ્સ જેવા બીજા સેફટી ફીચર પણ આપવામાં આવ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks