જીવનશૈલી હેલ્થ

મહિલાઓ, સાવધાન થઇ જજો, જો તમે દાઢીવાળા પુરુષોને પસંદ કરો છો તો જાણી લો કે પુરુષોની દાઢીમાં હોય છે ખતરનાક વસ્તુ

જે મર્દો દાઢી રાખવાના શોખીન છે એ જરૂર વાંચે…

આજકાલ લોકો ફેશન અને ટ્રેન્ડના નામે કઈ પણ કરતા હોય છે, એમાં પણ પુરુષોમાં દાઢી વધારવાનો ક્રેઝ તો કઈંક જુદા જ સ્તર પર છે. દરેક ગલીમાં એવા પુરુષો જોવા મળશે જે કૂલ દેખાવા માટે દાઢી વધારીને બેસ્યા હશે, પરંતુ દાઢીને લઈને એક રિસર્ચ થયું છે, જેનું પરિણામ ભયંકર ચોંકાવનારું રહ્યું છે. જે જાણીને તમે પણ અસ્ત્રો લઈને દાઢીને સાફ કરી દેશો. દાઢી પર થયેલા રિસર્ચના પરિણામ અનુસાર, પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા પણ વધુ ખતરનાક અને ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા મનુષ્યના શરીરને બીમાર, ખૂબ જ બીમાર બનાવી શકે છે.

આ રિસર્ચ દ્વારા એ જાણવાની કોશિશ કરવામાં આવી કે શું મનુષ્યને પણ કૂતરાઓથી પેદા થતા રોગથી ખતરો છે કે નહિ. એક રિપોર્ટ અનુસાર, આ રિસર્ચ કરવા માટે એમઆરઆઈ સ્કૅનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 18 દાઢીવાળા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા, અને 30 કુતરાઓના ગળાના વાળના સેમ્પલ પણ લેવામાં આવ્યા. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે પુરુષોની દાઢીમાં મળતા માઇક્રોબ્સનું સ્તર કુતરાઓના વાળની સરખામણીમાં વધારે છે.

એમઆરઆઇ સ્કેનર પર કુતરાઓની તપાસ કર્યા પછી સ્કેનર્સને જંતુનાશક કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતા સમયે સ્કેનરમાં નોંધપાત્ર રીતે વધુ બેક્ટેરિયા મળી આવે છે. સ્વિત્ઝર્લેન્ડના હિર્સલનદેન ક્લિનિકના પ્રોફેસર એન્ડ્રીસ ગુટઝેઇટ કહે છે, ‘સંશોધનકર્તાઓને કુતરાના વાળની સરખામણીમાં પુરુષોની દાઢીના લેવામાં આવેલા નમૂનાઓમાંથી વધુ માત્રામાં બેક્ટેરિયા મળે છે. આ સંશોધનના આધાર પર આપણે એમ કહી શકીએ કે કુતરાઓ પુરૂષોની દાઢીની સરખામણીમાં વધુ ચોખ્ખા હોય છે.’

રિસર્ચમાં જ પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા, તેમની ઉમર 18 વર્ષથી 76 વર્ષની વચ્ચે હતી. જેમાંથી 7 પુરુષોમાં મનુષ્યના સ્વાસ્થ્ય માટે બેક્ટેરિયા જોવા મળ્યા. જયારે 30 કુતરાઓના સેમ્પલમાંથી 20માં ઘણી માત્રામાં બેક્ટેરિયા મળ્યા હતા. આ બેક્ટેરિયા મનુષ્યને ખૂબ જ બીમાર બનાવી શકે છે. એવામાં આ રિસર્ચ ઘણું ચોંકાવનારું છે. જો કે બિયર્ડ લિબરેશન ફ્રંટ કે જે દાઢીને પ્રમોટ કરે છે, તેના ફાઉન્ડર કીથ ફ્લેટ આ સંશોધન અને તેના પરિણામથી સહેમત નથી. તેઓ કહે છે કે, ‘મને લાગે છે કે જો તમે લોકોના વાળ અને હાથમાંથી સેમ્પલ લીધા હોય અને તેના પર ટેસ્ટ કર્યા હોય તો તેનું પરિણામ નકારાત્મક જ આવી શકે છે. હું નથી માનતો કે દાઢી અનહાઇજિનિક છે.’

તેઓ કહે છે, ‘દાઢી વિશે સતત નકારાત્મક કિસ્સાઓ સામે આવે છે. આ બીજું કઈ જ નહિ, પણ બસ પોગોનોફોબિયા (દાઢીનો ડર) છે.’