દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો લેખકની કલમે

“મેં પાપનું પોટલું નહિ, ગાંસડીઓ ભરી છે…” – માણસ ગમે એટલી ચાલાકી કરે પોતાનું પાપ છુપાવવા પણ કુદરતની ધારદાર આંખોથી માણસ કદી એમાં સફળ થયો નથી કે કદી સફળ થશે પણ નહીં…

“નીતિ ધર્મ પર્યાય છે, કહી ગયા સ્વયં પ્રભુ.., યાદ રાખજે વાત આ, જીવનમાં સદા તું..” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

ગામમાં સરપંચની ચૂંટણીમાં મુખ્ય બે જ ઉમેદવારો હતા. એક મગનલાલ અને બીજા મોહનલાલ. મગનલાલ એટલે એક સંસ્કારી અને સજ્જન કુટુંબમાંથી આવતા ઉમેદવાર.
મોહનલાલ એટલે ગત સમયગાળા દરમિયાન રહેલા સરપંચ અને માનવબળ એને ધનબળ ના આશામી.

image source : patrika.com

મોહનલાલ જેવા કદાવર સરપંચના ઉમેદવારને મગનલાલે સીધી ટક્કર આપવા અને આ વખતે સરપંચની સત્તા પલટાવી નાખવા સરપંચની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી સારામાં સારી જામી હતી. બંને ઉમેદવારોને ચૂંટણીમાં જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રાત દિવસ એક કર્યા હતા. બન્ને ઉમેદવારો આમતો પચાસ પંચાવન વર્ષના યુવા કહી શકાય એવા સક્ષમ ઉમેદવાર હતા.

image source : wildfrontierstravel.com

…અને ગામમાં ચૂંટણીનો દિવસ આવી ગયો. આખા ગામે ખૂબ ઉત્સાહથી ચૂંટણીમાં મતદાન કર્યું. સમર્થકોએ પોતાના ઉમેદવારને જીતાડવા એ દિવસે પણ ખૂબ મહેનત કરી. બંને ઉમેદવાર મગનલાલ અને મોહનલાલ નું ભાવિ મશીનમાં પેક થઈ ગયું. મતગણત્રીની દિવસ પણ આવ્યો. મશીન ખુલ્યા અને બધાના ધારવા પ્રમાણેજ ચૂંટણીનું પરિણામ આવ્યું. ગામલોકોએ જુના સરપંચ મોહનલાલને સત્તા પરથી દૂર કર્યા અને નવા સરપંચ મગનલાલ ને પોતાના આગેવાન તરીકે ચોંટી કાઢ્યા હતા. ગામના નવા સરપંચ તરીકે મગનલાલ હવે પંચાયત શોભાવવાના હતા. લોકો મગ્નલાલમાં પોતાના ગામના ભવિષ્યમાં થનારા વિકાસના દર્શન કરી રહ્યા હતા.

સરપંચમાં વિજેતા બનીને આવેલ મગનલાલ પોતાના ઘરે સૌથી પહેલા પોતાના પિતાજીને પગે લાગવા ગયા. અને એમના પિતાજીએ આશીર્વાદ સાથે સરપંચ તરીકે ચૂંટાયેલા પોતાના દીકરા મગનલાલ ને શિખામણ આપતા કહ્યું કે…
“દીકરા, લોકોએ તારી પર વિશ્વાસ રાખી તને ચૂંટયો છે. હવે તારી જવાબદારી છે કે લોકોની અપેક્ષા મુજબ તું લોકોના કામ કરજે અને આપણાં ગામનો વિકાસ કરજે…”

image source : pinimg.com

થોડી આધ્યાત્મિકતા અને ધર્મ આધારિત પણ સલાહ આપતા મગનલાલ ના મગનલાલના પિતાજીએ પુત્રને કહ્યું કે… “બેટા, તું હવે એવા પદ પર બિરાજમાન થવા જઈ રહ્યો છે કે જેમાં નીતિમત્તા થી ચાલવું એટલે તલવારની ધાર પર ચાલવા બરાબર છે. તારા માર્ગમાં ઘણા બધા પ્રલોભન આવશે. તારું મન તને નીતિના માર્ગે ચાલતા અટકાવશે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લેવા કહેશે. પણ દીકરા, એવા સમયે તારા મનનો નહિ પણ હૃદયનો અવાજ સાંભળી વર્તજે. હૃદય તને ખોટા માર્ગે જતા અટકાવશે… અને છેલ્લે તને કહીશ કે દીકરા ધ્યાન રાખજે આપણાં ઘરમાં અનિતિનું ધન કદાપિ ન લાવતો.કારણ કુદરત બધું જોઈ રહ્યો હોય છે અને આપણાં કર્મોનો બદલો એ જરૂર આપે છે.” દીકરા મગનલાલે પણ પોતાના પિતાને નીતિના રસ્તે ચાલી લોક સેવા કરવાનું વચન આપ્યું અને બીજાજ દિવસથી મગનલાલ ના જીવનનો સરપંચ તરીકેનો નવો અધ્યાય શરૂ થયો. શરૂઆતના એકાદ બે મહિના તો મગનલાલ પોતાના પિતાની આપેલી સલાહને અનુસરતા રહ્યા પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ગામ વિકાસ માટે આવનાર નોટોના બંડલોનો વજન પિતાની આપેલી શિખામણ સામે વધતો ગયો. નોટોની ચમક મગનલાલ ની આંખોમાંથી હવે લાલચ અને લોભમાં પરિવર્તિત થવા લાગી.

ગામના વિકાસ માટે આવનારી તમામ પ્રકારની ગ્રાન્ટ માં રીતસરનો અડધો અડધ ભાગ પડતો. અડધો હિસ્સો મગનલાલ પોતાની પાસે રાખી લેતા. અને આવેલા એ પૈસાના બંડલ સીધાંજ મગનલાલ ના ઘેર પહોંચતા. વધેલા અડધા હિસ્સામાં પોતાનું પાપ છુપાવવા મગનલાલ પોતાના મળતીયાને વહેંચતા અને એમાંથી થોડું ઘણું જે કાંઈ બચે એમાંથી ગામ વિકાસના કામ થતા. સમજી શકાય છે કે બધાયના ભાગ પડતા પડતા આવેલી ગ્રાન્ટમાં શુ બચતુ હશે ? અને એમાંથી કેવા કામ થતા હશે ? અરે એટલે સુધી કે ગામની ગૌચરની જમીન પણ પોતાના મળતીયા અધિકારીઓની સાંઠ ગાંઠ થી મગનલાલે પોતાના નામે કરાવી લીધી હતી. ગામના ઘણા બધા ગરીબ ગુરબા અને ભોળા માણસોના સામાન્ય મકાન બનાવવાના આવેલા રૂપિયા પણ પોતે ખાઈ ગયા હતા. પોતાની ફરિયાદ લઈને આવતા એ ગરીબોને પણ મગનલાલ ધૂધકારી અને ધમકીઓ આપી ચૂપ કરાવી દેતા. ટૂંકમાં એમ કહી શકાય કે મગનલાલ ના પાપનો વ્યાપાર ખૂબ ફુલ્યો ફાલ્યો હતો. એ સમયે કદાચ એમને કુદરતનો પણ ડર ન હતો. કદાચ ભગવાન પણ કહી રહ્યો હશે કે…”બેટા, સમય આવવા દે તારો બધો હિસાબ થઈ જશે…”

પોતાના સરપંચ તરીકેના બે વર્ષના સમયગાળામાં તો મગનલાલના ઘરની આર્થિક સ્થિતિ એટલી બધી સુધરી ગઈ કે એક સાધારણ ઘરની જગ્યાએ આલીશાન મકાન બની ગયું. ઘરે બબ્બે ગાડીઓ આવી ગઈ. ઉપરાંત બીજી પણ ઘણી સુખ સુવિધાઓ મગનલાલે વિકસાવી દીધી હતી.ખોટા રસ્તેથી ઘરમાં આવી રહેલી સંપત્તિ મગનલાલ ના પિતાજીથી છાની ન હતી. એ હંમેશા મગનલાલ ને કહેતા… “દીકરા, મારી આપેલી સલાહથી બીજા રસ્તે તું જઇ રહ્યો છે. દીકરા અમારે અનિતીના રસ્તેથી આવેલા ધનથી આ બધી સુખ સુવિધા નથી જોઈતી. બેટા હજી પણ સમય છે પાછો વળીજા આ પાપના માર્ગેથી…” પણ દર વખતે મગનલાલ પોતાના પિતાને અવનવી દલીલો આપી પોતે ખોટું નથી કરી રહ્યો એવું સમજાવતા. પણ મગનલાલ ગમે એટલી દલીલો એમના અધર્મને ધર્મ માં પરિવર્તિત ન કરી શકે. જે ખોટું હતું એ ખોટું જ રહેવાનું હતું…

image source : outlookindia.com

પોતાના દીકરાને અનિતિનો માર્ગ છોડવાની સલાહ આપતા આપતા મગનલાલ ના પિતાજી પણ સ્વર્ગે સિધાવી ગયા હતા. સમય વીતતો ગયો અને મગનલાલના સરપંચ તરીકેના પાંચ વર્ષ પુરા થવાને હવે બે જ મહિના બાકી રહ્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી ગળામાં દુખાવાની ફરિયાદ કરતા મગનલાલે ડોક્ટરને બતાવ્યું અને રિપોર્ટ માં આવ્યું… “ગળાનું કેન્સર…” વીતતા દિવસો સાથે મગનલાલ ની તકલીફ વધતી ચાલી. અને સમય એ આવ્યો કે હવે એ ગળેથી ખોરાક તો દૂર પણ પાણી યે ઉતારી શકતા ન હતા. નાકમાં નાખેલી નળી વાટે સાવ લુખ્ખો સુખ્ખો પ્રવાહી ખોરાક એમને આપવામાં આવતો. ખોરાકના અભાવે એમનું શરીર લેવાતું જતું હતું. સાવ હાડપિંજર જેવો થઈ ગયેલો એમનો દેહ આજે પથારીવશ હતો.

એકતો પેટમાં ભૂખની બળતરા એની સાથે સાથે ગળાના વકરેલા કેન્સરની અસહ્ય પીડા મગનલાલ ને ચેનથી સુવા, જાગવા કે જીવવા દેતી ન હતી. પાકી ગયેલા કેન્સરના ભાગેથી નીકળતું પરું થી મગનલાલનો આખો દેહ દુર્ગંધ મારતો હતો. છેલ્લા એક મહિનાથી અસહ્ય પીડાથી તડપતા મગનલાલને હવે બોલતા પણ તકલીફ થવા લાગી હતી. કાંઈક બોલવા શબ્દો કાઢે તો પીડા ઉપડતી. કદાચ કાંઈ બોલે તો પણ ભાંગ્યું તૂટ્યું… આંખોમાં આંસુ સાથે એ ભગવાનને, પોતાને હવે આ પીડામાં સબળતા જીવનમાંથી મુક્તિ આપવા પ્રાર્થના કરતા હતા. પણ કદાચ એમને કરેલ પાપા ચાર અને અનીતિ ની સજા હજી બાકી હતી.

image source : artificialintelligence-news.com

આજે પથારીમાં પડેલા મગનલાલ ની આંખો સામે પોતાના કરેલા કર્મોની એ તમામ ઘટનાઓ આવી રહી હતી. સાથે સાથે એમને એ વર્તનો પણ પસ્તાવો થતો હતો કે પિતાજીની આપેલી શિખામણ પોતે માન્યા નહિ અને પાપ ના દલ દલ માં ઊંડે ઉતરતાજ રહ્યા. પણ હવે એમના હાથમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ ન હતું.
મગનલાલ ના મૃત્યુની દસેક મિનિટ પહેલા પરિવારના સભ્યો એમની પથારી પાસે ઉભા હતા. છેલ્લા શ્વાસો લઈ રહેલા મગનલાલ મહામુસીબતે ગળામાંથી અંતિમ શબ્દો કાઢી રહ્યા હતા. એ પોતાના પાપ નું પ્રાયશ્ચિત કરતા તૂટક તૂટક શબ્દો બોલ્યા…

“આ..ખ..રે… પરભુ…એ ,ન્યાય ક..રીજ દી… ધો… મેં પાપનું પોટલું નહિ, ગાંસડીઓ ભરી છે…”
અને મહિનાથી અનીતિ નું ફળ ભોગવતા મગનલાલ, પ્રાણ વિનાનો નિર્જીવ દેહ બની પથારીમાં પડી રહ્યો…

● POINT :- શુ કહેવું આ કુદરતના ન્યાય વિશે. માત્ર એટલું જ કહી શકાય કે માણસ ગમે એટલી ચાલાકી કરે પોતાનું પાપ છુપાવવા પણ કુદરતની ધારદાર આંખોથી માણસ કદી એમાં સફળ થયો નથી કે કદી સફળ થશે પણ નહીં…

લેખક :- અલ્કેશ ચાવડા “અનુરાગ” (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks