ઘર સે નીકલતે હી કુછ દૂર ચલતે હી, મયુરી કાંગોને ગૂગલમાં નોકરી મળી ગઈ છે. તેમને યાદ જ હશે હિટ ગીત ‘ઘર સે નીકલતે હી કુછ દૂર ચલતે હી…’ જેની ફિલ્મનું નામ હતું પાપા કહેતે હૈ. આ ફિલ્મની સુંદર અભિનેત્રી મયુરી કાંગો પણ યાદ જ હશે. આ અભિનેત્રીએ અમુક ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં કામ કર્યા પછી એક્ટિંગને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે આ અભિનેત્રી ફરીથી ચર્ચાઓમાં છે, જેનું કારણ તેનો અભિનય નહિ પણ તેની નોકરી છે.

મયુરી કાંગો હાલમાં જ Google Indiaમાં જોડાઈ છે. તે ગૂગલમાં ગૂગલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી હેડ તરીકે જોડાઈ છે. આ પહેલા મયુરી એક ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી હતી. પોતાના અભ્યાસ દરમ્યાન મયુરીનું સિલેક્શન IIT kanpur માટે થઇ ગયું હતું પણ તેને પોતાના અભિનયને કારણે માટે આઈઆઈટીમાં પ્રવેશ ન લીધો. પરંતુ આખરે તો તેને તેનું ભણતર જ કામ આવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું હતું કે છોકરીઓએ પોતાનો અભ્યાસ પૂરો કરીને પછી જ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. કારણ કે દરેકના નસીબમાં બોલિવૂડમાં કારકિર્દી બની જ જાય છે એવું નથી હોતું.

90ના દશકની સુંદર અભિનેત્રીઓમાંની એક મયુરી કાંગો ગણાતી હતી. તેને પાપા કહેતે હૈ, હોગી પ્યાર કી જીત જેવી ફિલ્મોમાં કામ કર્યું એ પછી તેને ટેલિવિઝન સીરિયલમાં પણ કામ કર્યું છે, જેમ કે નરગીસ, થોડી ખુશી થોડા ગમ, જેવી સિરિયલોમાં પણ કામ કર્યું. પરંતુ અસફળ કારકિર્દી બાદ તેને લગ્ન કરી લીધા હતા.

વર્ષ 2003માં મયૂરીએ એનઆરઆઈ આદિત્ય ઢિલ્લન સાથે લગ્ન કરીને અમેરિકા સેટલ થઇ ગઈ હતી. અમેરિકા જઈને તેને માર્કેટિંગ અને ફાયનાન્સમાં એમબીએ કર્યું. તેમને એમબીએના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2004થી 2012 સુધી અમેરિકામાં જ નોકરી કરી. મયુરીનો 8 વર્ષનો દીકરો કિયાન પણ છે, જેના જન્મ પછી તે ભારત પરત આવી ગઈ હતી. ભારત આવીને તે ફરીથી પોતાના પરિવાર અને નોકરીમાં વ્યસ્ત થઇ ગઈ હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks