માયાભાઇ આહીરનો દીકરો લઇ આવ્યો વધુ એક લાખો રૂપિયાની ચમચમાતી લક્ઝુરિયસ કાર, વીડિયો શેર કરતા જ થઇ ગયો વાયરલ… જુઓ
ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો અને ઘણા બધા ડાયરા કલાકારો થઇ ગયા છે, જેમણે ખુબ જ ખરાબ સમય પસાર કર્યા બાદ આજે પોતાનું નામ દુનિયાભરમાં ગુંજતું કરી દીધું છે અને આજે પોતાની મહેનતના દમ પર ખુબ જ લક્ઝુરિયસ લાઈફ પણ જીવે છે. એવું જ એક નામ છે માયાભાઇ આહીરનું. જે હાસ્ય કલાકાર અને ડાયરા કલાકાર છે.
માયાભાઇ આહીર ખુબ જ સાદગી ભરેલું જીવન જીવે છે પરંતુ તેમનો દીકરો જયરાજ આહીર લક્ઝુરિયસ કારનો ખુબ જ શોખીન છે અને તેના કાર કલેક્શનમાં એકથી એક ચડિયાતી કાર રહેલી છે. જયરાજના સોશિયલ મીડિયામાં પણ તેની આ વૈભવી કારની ઝલક અવાર નવાર જોવા મળતી હોય છે.
ત્યારે હાલમાં જ જયરાજ આહીરે પોતાના કાર કલેક્શનમાં વધુ એરક લઝકયુરિયસ કારનો ઉમેરો કર્યો છે. જયરાજે હાલમાં જ એક બ્રાન્ડ ન્યુ BMW કાર ખરીદી છે. જેનો વીડિયો પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ કાર ખરીદવાનો વીડિયો શેર કરતા જ ચાહકો અને કેટલાક સેલેબ્સ પણ જયરાજને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જયરાજ કાર પરથી લાલ રંગનું કપડું હટાવી રહ્યો છે અને કપડું હટાવતા જ સફેદ રંગની ખુબ જ આલીશાન બીએમડબ્લ્યુ કાર જોવા મળી રહી છે. જે ખુબ જ લક્ઝુરિયસ દેખાય છે. જો કે જયરાજે BMWનું ક્યુ મોડલ ખરીદ્યું છે તેના વિશેની કોઈ જાહેરાત નથી કરી પરંતુ આ કાર ખુબ જ શાનદાર છે.
જયરાજના ગેરેજમાં સામેલ કારની વાત કરીએ તો, તેની પાસે hummer H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે, આ ઉપરાંત તેની પાસે ઓડી Q3 પણ છે, જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે અને બી એમ ડબ્લ્યુ X1 કે જેની કિંમત 40 લાખ છે. આ ઉપરાંત તેની પાસે મર્સડીસ CLA 200 કે જેની કિંમત 31 લાખ છે અને ટોયોટા ફોરચુનર કે જેની કિંમત 35 લાખ છે અને આ સિવાય ફોર્ડ એંડેએવોર પણ છે જેની કિંમત 35 લાખ રૂપિયા છે.
View this post on Instagram
માયાભાઇ આહીરનો દીકરો ઘણુ વૈભવશાળી જીવન જીવે છે. ત્યારે માયાભાઇ આહીર વિશે વાત કરીએ તો, તેમનો જન્મ વર્ષ 1972માં તળાજા તાલુકામાં આવેલા બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતાને આસપાસના લોકો વીરાભગત તરીકે ઓળખતા હતા. બાળપણથી માયાભાઇ આહીરને પિતાના સંસ્કારોના કારણે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ જન્મ્યો હતો,