યૂટયૂબર અરમાન મલિકે બતાવ્યો ન્યુ બોર્ન બેબી દીકરાનો ચહેરો, જણાવ્યુ નામ…જુઓ તસવીરો

યૂટયૂબર અરમાન મલિક-કૃતિકા મલિકે બતાવ્યો દીકરાનો ચહેરો, ખૂબ જ ક્યુટ છે કૃતિકાનો લાડલો, જુઓ

યુટ્યુબર અરમાન મલિક અને તેની બીજી પત્ની કૃતિકા મલિક તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે કેટલાક દિવસ પહેલા જ એક પુત્રને જન્મ આપ્યો છે. હવે અરમાન મલિક બે દીકરાઓનો પિતા બની ગયો છે. થોડા દિવસો પહેલા જ બંનેએ સોશિયલ મીડિયા પર માતા-પિતા બનવાની માહિતી આપી હતી અને હવે પહેલીવાર બંનેએ પોતાના પુત્રનો ચહેરો પણ બતાવી દીધો છે.

તેઓએ તેમના પુત્રનું નામ ઝૈદ મલિક રાખ્યુ છે. ઝૈદ ખૂબ જ ક્યુટ છે. ઝૈદની ઘણી તસવીરો અરમાન, પાયલ અને કૃતિકા દ્વારા શેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઝૈદ મલિકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યુ છે અને તેના પર પણ ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. ફેમસ યુટ્યુબરના ઘરમાં બીજા દીકરાના આવ્યા બાદ ખુશીનો માહોલ છે. આ કપલે સાત દિવસ પછી ચાહકોને તેમના દીકરા ઝૈદનો ચહેરો બતાવ્યો છે.

ચાહકો અરમાન-કૃતિકાના રાજકુમાર પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. અરમાન અને કૃતિકાએ તેમના દીકરાનું ખૂબ જ સુંદર અને ક્યુટ ફોટોશૂટ કરાવ્યુ છે. 13 એપ્રિલ 2023ના રોજ અરમાન મલિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેના નવજાત બાળકનો ચહેરો દેખાય છે, જેમાં તેની પત્ની કૃતિકા મલિક પણ તેની સાથે જોવા મળે છે.

વીડિયોમાં ઝૈદ એક કપડામાં લપેટાયેલો જોઈ શકાય છે, અને તેની આંખો બંધ છે. વીડિયોમાં કપલ તેમના પુત્રને કિસ કરતા પણ જોઈ શકાય છે. આ સાથે અરમાને કેપ્શનમાં લખ્યું, ‘માય ફેમીલી, માય લાઇફ.’જો કે, કેટલાક લોકો અરમાનને પુત્રનું નામ ઝૈદ રાખવા પર ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે બાળકનું નામ મુસ્લિમ કેમ ?

તેના જવાબમાં અરમાન મલિકે કહ્યું હતું કે તે હિંદુ-મુસ્લિમમાં ભેદ રાખતો નથી અને આવનારા સમયમાં તે પોતાના બંને બાળકોના નામ શીખ અને ખ્રિસ્તી રાખશે.આ જવાબ સાથે અરમાન મલિકે ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી હતી. ત્યાં યુટ્યુબરની આ વિચારસરણીને કારણે નેટીઝન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આ સિવાય ઘણા લોકોએ તેની પહેલી પત્ની પાયલ મલિકની ડિલિવરીને લઈને પણ ઉત્સાહ દર્શાવ્યો છે.

અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક પણ ટૂંક સમયમાં જ તેના જોડિયા બાળકોને જન્મ આપવા જઈ રહી છે. જણાવી દઈએ કે, અરમાન મલિકે બે લગ્ન કર્યા છે. તેણે પહેલા લગ્ન 2011માં પાયલ સાથે કર્યા હતા અને બીજા લગ્ન 2018માં કૃતિકા સાથે કર્યા હતા. કૃતિકાની ડિલિવરી બાદ હવે અરમાનની પહેલી પત્ની પાયલ પણ ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે. અરમાન અને પાયલને એક દીકરો ચિરાયુ મલિક પણ છે.

Shah Jina